કપરાડાના દિવસી ગામના શિક્ષકનો આપઘાત : ઓનલાઈનની કામગીરીના તણાવ અને કામના ભારણને કારણે આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : કપરાડા તાલુકાના દિવસી ગામે રહેતા શિક્ષકે શાળામાં કામના ભારણ અને માનસિક તણાવમાંઆવી જઈ ફાસો ખાઈ આપઘાત કરતા ચક્ચાર મચી ગઈ હતી. શિક્ષકે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં ઓનલાઈનની વધુપડતી કામગીરીથી સતત તણાવમાં અને કામગીરીનું ભારણ સહન નહી કરી શકાતા અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
કપરાડા તાલુકાના દિવસી ગામે ટોકરપાડા ખાતે રહેતા અને નિલોસી ખડકી ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શંકર લાળિયાભાઈ જાદવે (ઉ.વ.53) તેમના ખેતરમાં બાંધેલા ઝૂંપડામાં લાકડા સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી. પરિવારના સભ્યો ખેતરે જઈ ઝૂંપડામાં તપાસ કરતા શંકર જાદવ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારજનો હતપ્રતબની ગયા હતા. ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ કપરાડા સીએચસીમાં મોકલી દીધી હતી. નિલોસી ગામે આવેલી પ્રાથમિક શાળામાં કામનું ભારણ અને માનસિક તણાવને કારણે શંકર જાદવે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
બીજી તરફ મૃતકના ઘરમાંથી પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં ઓનલાઈનની વધુપડતી કામગીરીથી સતત તણાવમાં રહી દિવસો પસાર કરવાનું સહન નહીં થતાં મૈં આવું કૃત્યુ કર્યું. સતત માનસિક તણાવ સહન કરેતો કેટલો કરવો ? એટલે મેજાતે નિર્ણય કર્યો છે. એમાં કોઈનોવાક નથી નથી મારા શિક્ષકોનો કેનથી મારા પરિવારનો. એકપછી એક કામગીરીનું ભારણ સહન ન થવું, શાળાનું કામ, ચૂંટણીનું કામ, સતત હેરાન થવાથી મે આવો નિર્ણય કર્યો છે. એવો ઉલ્લેખ કરાયો છે. શિક્ષક એવા શંકર જાદવે અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એટલુંજ નહીં પણ લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.




