વલસાડના નારગોલ ગામે દારૂબંધી હળવી કરવા મહિલા સરપંચે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, પ્રવાસન અને ખેડૂતોની આજીવિકા મુદ્દે રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Nargol Sarpanch Liquor Prohibition Relaxation Letter CM: 5 કિલોમીટરનો રમણીય દરિયાઈ કિનારો ધરાવતા ગુજરાતના વલસાડના નારગોલ ગામના મહિલા સરપંચે મુખ્યમંત્રીને પત્ર લખીને દારૂબંધી હળવી કરવા રજૂઆત કરી છે. ભૌગોલિક રીતે દારૂબંધી ધરાવતા રાજ્યનું નારગોલ ગામ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રના સીમાડાથી ખૂબ નજીક આવેલું છે.
નારગોલ ગામે દારૂબંધી હળવી કરવા મહિલા સરપંચે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
પત્રમાં સરપંચે જણાવ્યું કે, 'ગુજરાતમાં નશાબંધીના અમલ પહેલા સ્થાનિકો તાડી વ્યવસાય સાથે જોડાયેલા હતા. જો કે, રાજ્યમાં દારૂબંધી અમલી બનતાં તાડીનો વ્યવસાય સંપૂર્ણ બંધ થઈ ગયો. બીજી તરફ, નારગોલ ગામ પ્રવાસન સ્થળ હોવાથી દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. આમ, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે નશાબંધી હળવી કરવામાં આવે.'
રાજ્યમાં નકલી દારૂના વેપલાં વચ્ચે વલસાડના નારગોલ ગામના મહિલા સરપંચે દારૂબંધી હળવી કરવાની માગ કરી છે. સરપંચ સ્વિટી ભંડારીએ કહ્યું કે, 'રાજ્યમાં દારૂબંધી પહેલાં નારગોલ ગામના ખેડૂતો ખજૂરીના વૃક્ષોમાંથી તાડી બનાવીને મુંબઈ સહિતના અનેક મોટા શહેરોમાં એક્સપોર્ટ કરીને તેમાંથી આવક મેળવતાં હતા. પરંતુ નશાબંધી બાદ હવે ખેડૂતોનો વ્યવસાય બંધ થઈ ગયો છે અને સરકાર તરફથી બેરોજગાર પરિવારોને આર્થિક પેકેજ કે વૈકલ્પિક રોજગાર પૂરો પાડ્યો નથી.' સમગ્ર મામલે મહિલા સરપંચે નશાબંધી હળવા કરવાની માંગણી કરી છે.






