રામગોપાલ વર્મા મોહિત સૂરી સાથે ગેંગસ્ટરની રોમાન્ટિક ફિલ્મ બનાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : 'સૈયારા'ની બ્લોકબસ્ટર સફળતા પછી દિગ્દર્શક મોહિત સુરીએ દિગ્ગજ ફિલ્મસર્જક રામ ગોપાલ વર્માની સાથે એક ખાસ પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે. રામ ગોપાલ વર્માએ સોશિયલ મીડિયા પર સેલ્ફી શેર કરતા જણાવ્યું કે બંને મળીને 'ગેંગસ્ટર કરી'થી ભરપૂર પ્રેમ કહાની તૈયાર કરી રહ્યા છે. પ્રોજેક્ટનું વિવરણ ટૂંક સમયમાં જાહેર કરાશે.
આ જાહેરાત પછી સોશિયલ મીડિયા પર ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. અનેક પ્રશંસકો તેને ગેંગસ્ટર ટુ અથવા આશિકી ૪ સાથે જોડીને અટકળો કરી રહ્યા હતા. મોહિત સુરીએ તાજેતરમાં રામ ગોપાલ વર્માની પ્રશંસા કરવા ઉપરાંત તેમના ફિલ્મો અને સિનેમા પ્રત્યેના દ્રષ્ટિકોણના પણ વખાણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે સૈયારાએ ભારતમાં લગભગ ૩૨૯.૭૩ કરોડનું ચોખ્ખુ કલેક્શન તેમજ વિશ્વભરમાં ૫૭૦.૩૩ કરોડનો વેપાર કર્યો હતો. મોહિતની અહાન પાંડે તેમજ અનીત પડ્ડા સાથેની એક અન્ય પ્રેમ કહાની પણ હાલ ચર્ચામાં છે, જ્યારે રામ ગોપાલ વર્મા 'પોલીસ સ્ટેશન મેં ભૂત' સહિત અને પરિયોજનાઓ પર કામ કરી રહ્યા છે.




