મારી પત્નીએ મારા રૂ.50 કરોડ લઇ લીધા! : ભિલાડના ધનોલી ગામે હાઇટેન્સન વીજ ટાવર પર શખ્સ ચઢી જતા દોડધામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi News : ઉમરગામ તાલુકાના ધનોલી ગામે આજે મંગળવારે 43 વર્ષિય શખ્સ 66 કે.વી. હાઇટેન્સન વીજ ટાવર પર ચઢી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. પોલીસ અને લાશ્કરો દોડી ગયા હતા. વીજપ્રવાહ બંધ કરી શખ્સને હેમખેમ ઉતારી લીધો હતો. માનશિક રીતે અસ્થિર મનાતો શખ્સ ગઇકાલે સોમવારે મધરાતે ઘરેથી નિકળી ગયો હતો. પોલીસ સમક્ષ મારા ભાઇએ મારી પત્નીને મારી નાંખી મને પણ મારી નાંખશે એમ જણાવ્યું હતું.
મળતી વિગત મુજબ ઉમરગામ તાલુકાના ભિલાડ નજીકના અચ્છારી ગામે રહેતો 43 વર્ષિય શખ્સ ગઇકાલે સોમવારે રાત્રે ઘરેથી નિકળી ગયો હતો. બાદમાં અસ્થિર મગજનો મનાતો શખ્સ ધનોલી ગામે આજે મંગળવાર પહોંચી 66 કે.વી. હાઇટેન્સન વીજ ટાવર પર ચઢી ગયો હતો. આ ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઇ હતી.
ગામના આગેવાનો સહિત લોકો દોડી ગયા બાદ પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગના લાશ્કરો પણ પહોંચી ગયા હતા. વીજ કંપનીએ વીજ પ્રવાહ બંધ કરી દીધા બાદ લાશ્કરોએ ટાવર પરથી શખ્સને હેમખેમ ઉતારી લીધો હતો. પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. શખ્સને પોલીસ મથકે લઇ ગયા બાદ પરિવારજનો પણ ગયા હતા. પોલીસે પરિવારજનોની પુછપરછ કરતા માનશિક રીતે અસ્થવ્યસ્થ હોવાનું જણાવ્યું હતું. શખ્સે પોલીસને મારી પત્નીએ મારા રૂ.50 કરોડ લઇ લીધા, મારા ભાઇએ મારી પત્નીને મારી મારો ભાઇ મને મારવા દોડયો હોવાથી જીવ બચાવવા થાંભલા પર ચઢી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે શખ્સનો કબજો પરિવારને સોંપ્યો હતો.




