અસુર થ્રીનું શુટિંગ શરૂ, અહેસાસ ચન્નાની નવી એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : યકોલોજિકલ થ્રિલર 'અસુર'નું શૂટિંગ શરૂ થયાની જાહેરાત કરાઈ છે અને તેનું પ્રીમિયર આગામી વર્ષે થવાની સંભાવના છે. અર્શદ વારસી અને બરુન સોબતી નવી હત્યાઓના તપાસકર્તા તરીકે વાપસી કરશે જ્યારે અભિનેત્રી અહેસાસ ચન્ના પણ શોની સતત વિસ્તરતી રહેલી કાસ્ટમાં સામેલ થઈ ગઈ છે. આ વખતે આ સીઝનના ડાયરેક્ર બદલાઈ ગયા છે. પ્રથમ બે સીઝનના ડાયરેક્ટર ઓની સેનને બદલે હવે લેખક ગૌરવ શુક્લા તથા શ્વેતાભ વર્મા ત્રીજી સીઝનનું ડિરેક્શન કરશે. પોતાને 'અસુર'ની ચાહક ગણાવતા અહેસાસે અર્શદ વારસી, બરુન સોબતી અને રિદ્ધિ ડોગરા સાથે કામ કરવા બાબતે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે ખાતરી આપી હતી કે કે ત્રીજી સીઝનમાં વધુ થ્રિલ અને તીવ્રતા હશે. અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ પણ કાસ્ટમાં સામેલ થઈ છે, જો કે તેની ભૂમિકા વિશે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ.
શોમાં ફરી સામેલ થયેલા કલાકારોમાં રિદ્ધિ ડોગરા, અનુપ્રિયા ગોએન્કા અને વિશેષ બંસલ સામેલ છે.
સર્જક અને લેખક ગૌરવ શુક્લા સહ-દિગ્દર્શક શ્વેતાભ વર્મા સાથે પોતાનું દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરશે. શૂટિંગ આ વર્ષના ડિસેમ્બર સુધી વિવિધ શહેરોમાં ચાલશે. દરમ્યાન અહેસાસે પાસે પણ 'મિસમેચ્ડ' અને વીર દાસની હોરર ફિલ્મ 'બારા નંબર' વેટિંગ લિસ્ટમાં છે.




