Baroda
અલકાપુરી વિસ્તારમાં મોડી રાત્રે સ્ક્રેપની દુકાનમાં આગ, કારણ અકબંધ
By GS Team
7 Sep 20261 min read
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં મોડી રાત્રે વાસણ અને સ્ક્રેપની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ડો.બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક પહોંચી હતી. આગનું પ્રમાણ વધુ હોવાથી, 1 કલાકની ભારે જહેમત બાદ તેને કાબૂમાં લેવાઈ હતી. પોલીસે પણ સ્થળ પર પહોંચી વિગતો મેળવી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની બે ટીમો કામે લાગી હતી.
અલકાપુરી વિસ્તારમાં ડો.બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે એક દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. તપાસ દરમિયાન વાસણ અને સ્ક્રેપની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
આગનું પ્રમાણ વધુ હોવાને કારણે ફાયર બ્રિગેડ દ્વારા બીજી પણ એક ટીમને બોલાવવામાં આવી હતી અને એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. પોલીસ પણ બનાવના સ્થળે આવી ગઈ હતી અને વિગતો મેળવી હતી.