Baroda

વડોદરા પાસેના ગણપતપુરા ગામેથી 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ

By GS Team
7 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક દુમાડ પાસેના ગણપતપુરા ગામે ખેતરોમાં 200 કિલોથી વધુ વજનના મહાકાય મગરે અડિંગો જમાવ્યો હતો. ખેડૂતો અને રાહદારીઓમાં ભય ફેલાતા, જીવદયા સંસ્થા અને ફોરેસ્ટ વિભાગની ટીમે જીગ્નેશ પરમારના નેતૃત્વમાં 1 કલાકની જહેમત બાદ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. મગરને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાસેના ગણપતપુરા ગામેથી 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ

Vadodara Crocodile Rescue : વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં મગરો આસાનીથી બહાર આવીને ટેહેલતા હોવાના બનાવો બની રહ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં ગામની સીમમાંથી મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વડોદરા નજીક દુમાડ પાસે આવેલા ગણપતપુરા ગામે એક મહાકાય મગરે સીમમાં અડિંગો જમાવી દેતા ખેતરોમાં જતા આવતા ખેડૂતો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ થતા જીવદયા સંસ્થાના કાર્યકરો તેમજ ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુર જીગ્નેશ પરમાર સહિતની ટીમે એક કલાકની જહેમત બાદ આશરે 200 કિલોથી વધુ વજનના મગરનું રેસ્ક્યુ કર્યું હતું. મગરની વાહનમાં ફોરેસ્ટ વિભાગની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.