Entertainment
સયાની ગુપ્તાને વિનિતા નેગી સામેના કેસમાં કોર્ટે રાહત આપી
By GS Team
6 Sep 20261 min read
મુંબઈમાં અભિનેત્રી સયાની ગુપ્તાને 9 કરોડના બદનક્ષી કેસમાં રાહત મળી છે. સિટી સિવિલ કોર્ટે ફિલ્મમેકર વિનિતા નેગીને સોશિયલ મીડિયા પર સયાની વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ ન કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મેટા પ્લેટફોર્મ્સ અને અમુક મીડિયા હાઉસિસને પણ આવી સામગ્રી હટાવવા જણાવ્યું છે. આ કેસ 'આસમાની' ફિલ્મ સાથે સંબંધિત છે, જેના કારણે સયાનીની પ્રોફેશનલ છબીને નુકસાન થયું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info

- આસમાની ફિલ્મ તફડંચીના કેસમાં કોર્ટનો વચગાળાનો ચૂકાદો
- નેગીને સયાની ગુપ્તા સામે કોઇ બદનક્ષીભર્યા આાક્ષેપો સોશ્યલ મિડિયામાં ન કરવા કોર્ટનો આદેશ
મુંબઈ : એક્ટર અને ફિલ્મમેકર સયાની ગુપ્તાએ મુંબઇ સિટી સિવિલ કોર્ટમાં ફિલ્મમેકર વિનિતા નેગી તથા અન્યો સામે નવ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો નોંધાવ્યો હતો તેમાં સયાની ગુપ્તાને રાહત આપતાં કોર્ટે વિનિતા નેગીને ગુપ્તાની બદનક્ષી કરે તેવી કોઇ સામગ્રી પ્રકાશિત ન કરવાનો આદેશ આપ્યો હતો. અદાલતે મેટા પ્લેટફોર્મ તથા અમુક મિડિયા હાઉસીસને પણ બદનાર્મીભરી સામગ્રી હટાવવા જણાવ્યું હતુંં.
ગુપ્તાએ તેના દાવામાં જણાવ્યું હતું કે આ વિવાદને પહેલાં એપ્રિલ ૨૦૨૬માં સ્ક્રિન રાઇટર્સ એસોસિએશન સમક્ષ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં મામલો પેન્ડિંગ હોવા છતાં નેગીએ વોટ્સ અપ ગુ્રપ અને સોશ્યલ મિડિયામાં સ્ટેટમેન્ટ ઓફ સપોર્ટ જારી કર્યું હતું.
ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બદનામીભર્યા આક્ષેપો ધરાવતી મેઇલ ફિલ્મ ફેસ્ટિવલના આયોજકોને પણ મોકલવામાં આવી હતી જ્યાં આસમાનીને દર્શાવવા માટે પસંદ કરવામાં આવી હતી. જેને કારણે ફિલ્મને ફોસ્ટિવલમાંથી પાછી ખેંચી લેવામાં આવતાં ગુપ્તાની પ્રોફેશનલ ઇમેજ ખરડાઇ હતી. આ વચગાળાના આદેશને કારણે સયાની ગુપ્તાને રાહત મળી ગઇ છે.