વલસાડમાં 166 શાહુકારો માટે ઓડિટ રિપોર્ટ ફરજિયાત, 7 દિવસમાં ખુલાસો નહી કરે તો થશે કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News: ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-2011ની જોગવાઈ આધિન તમામ શાહુકારોએ કામગીરી કરવાની રહે છે. વલસાડ જિલ્લામાં કુલ 166 શાહુકારો નોંધાયેલા છે. માસિક અને વાર્ષિક હિસાબો ઓનલાઈન રજૂ નહીં કરનારા શાહુકારોને જિલ્લા રજિસ્ટ્રારે જણાવ્યું કે, તમામ શાહુકારો માટે ઓડિટ રિપોર્ટ ફરજિયાત છે અને 7 દિવસમાં ખુલાસો ન આપનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે.
વલસાડ જિલ્લામાં 166 શાહુકારો માટે ઓડિટ રિપોર્ટ ફરજિયાત
નાણાં ધીરધારનો વ્યવસાય કરવા માટે લાઈસન્સ ફરજિયાત છે, ત્યારે તારણવાળા ધિરાણ માટે 12% તથા તારણ વિનાના ધિરાણ માટે 15% મુજબ વ્યાજની જોગવાઈ નાણાં ધિરધાર અધિનિયમમાં કરવામાં આવેલી છે તથા ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમની કલમ-23(1) મુજબ નાણાંકીય વર્ષ દરમિયાન નાણાં ધિરધારે હિસાબોનું ઓડિટ કરાવવાનું રહે છે.
7 દિવસમાં ખુલાસો નહી કરે તો થશે કાર્યવાહી
જિલ્લા રજિસ્ટ્રાર અનુસાર, ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમની કમલ-21(1) અંતર્ગત શાહુકારો દ્વારા ઓનલાઇન નોંધણી કરી તમામ માસિક/વાર્ષિક હિસાબો અને પત્રકો ઓનલાઇન રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં 50 લાખથી ઓછુ ટર્ન ઓવર ધરાવતા શાહુકારોએ ખાતા વૈધાનિક ઓડિટર પાસે દર વર્ષે ઓડિટ કરવાવાનું રહેશે તથા 50 લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટડ એકાઉન્ટ (સી.એ.) પાસે દર વર્ષે ઓડિટ કરાવવાનું હોય છે. પરંતુ ગત 31 માર્ચ 2026 સુધીમાં ઓડિટ પૂર્ણ કરાવી ઓડિટ રિપોર્ટ ઓનલાઇન રજૂ ન કરનારા સામે કાર્યવાહી થશે.




