ફૂટબોલ ઇતિહાસમાં પહેલીવાર! એક જ ટીમમાં સાથે રમશે મેસી અને રોનાલ્ડો? જાણો તારીખ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cristiano Ronaldo Lionel Messi Same Team : ફૂટબોલ જગતના બે મહાન ખેલાડીઓ ક્રિસ્ટીઆનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી એ પોતાના શાનદાર કરિયરમાં અસંખ્ય રેકોર્ડ બનાવ્યા છે. અત્યાર સુધી આ બંને દિગ્ગજો 37 વખત એકબીજા સામે ટકરાયા છે, પરંતુ ક્યારેય એક જ ટીમ માટે સાથે રમ્યા નથી. હવે ફૂટબોલ ઈતિહાસમાં પહેલીવાર એવું બની શકે છે કે આ બંને ખેલાડીઓ એક જ ટીમની જર્સી પહેરીને મેદાન પર ઉતરે. બંનેના પૂર્વ સાથી ખેલાડી કાર્લોસ ટેવેજ આ અદભુત અને રોમાંચક મેચનું આયોજન કરવા જઈ રહ્યા છે.
બોકા જૂનિયર્સના સ્ટેડિયમ 'લા બોમ્બોનેરા'માં રમાશે મેચ
ટીવાયસી સ્પોર્ટ્સના અહેવાલ મુજબ, કાર્લોસ ટેવેજે આ વિશે બોકા જૂનિયર્સના પ્રમુખ જુઆન રોમન રિકેલ્મે સાથે ચર્ચા કરી છે. રિકેલ્મેએ આ ખાસ ફેયરવેલ મેચ માટે સંમતિ આપી દીધી છે. ટેવેજે અર્જેન્ટિના માટે મેસી સાથે અને મેન્ચેસ્ટર યુનાઈટેડ માટે રોનાલ્ડો સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે. આ બંને દિગ્ગજ ખેલાડીઓ સાથે ટેવેજના સંબંધો આજની તારીખમાં પણ ખૂબ સારા છે અને તે વ્હોટ્સએપ દ્વારા બંનેના સંપર્કમાં છે.
ડિસેમ્બર મહિનામાં યોજાઈ શકે છે આ ઐતિહાસિક મેચ
બોકા જૂનિયર્સ ક્લબમાંથી પોતાની પ્રોફેશનલ કારકિર્દીની શરૂઆત કરનાર ટેવેજે 2021 માં ફૂટબોલમાંથી સન્યાસ લીધો હતો. હવે આશરે 5 વર્ષ બાદ તે પોતાના ફેયરવેલ મેચની તૈયારી કરી રહ્યો છે. અધિકારીઓ દ્વારા ડિસેમ્બર મહિનામાં આ મેચ યોજવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, જેથી ક્લબનું શેડ્યૂલ પ્રભાવિત ન થાય. સંયુક્ત રીતે 13 બેલન ડી'ઓર જીતનારા આ બંને દિગ્ગજોને એકસાથે મેદાન પર જોવા એ ફૂટબોલ ચાહકો માટે એક ઐતિહાસિક ક્ષણ હશે.




