Valsad

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી છોડાતા દમણગંગા નદી ઉભરાઇ : 1.25 લાખ કયુસેક પાણી છોડાયું

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
વલસાડ જિલ્લામાં મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધી 2.4 ઇંચ વરસાદ નોંધાયો. કપરાડામાં 8.4 ઇંચ સાથે જળબંબાકાર થયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. મધુબન ડેમના 8 દરવાજા 4 મીટર ખોલી 1.28 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું, જેથી નદી બે કાંઠે વહેતી થઈ. તંત્રએ લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી છોડાતા દમણગંગા નદી ઉભરાઇ  : 1.25 લાખ કયુસેક પાણી છોડાયું

Valsad Rain Update : વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પોતાની રમત આગળ ધપાવવા ગઇકાલે મંગળવારે સાંજે 4 વાગ્યાથી આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધી 2.4 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં સૌથી વધુ ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં 8.4 ઇંચ વરસાદ પડતા પાણી પાણી થઇ ગયું હતું. નિંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. એટલું જ નહી પણ નિંચાણવાળા કોઝ વે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારી મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે જિલ્લાના ધરમપુર તાલુકામાં 2.5 ઇંચ અને નાનાપોંઢા તાલુકામાં 2.3 ઇંચ વરસાદ પડ્યો હતો.
બીજી તરફ વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર મોખેરા, ડીંડોરી, ઓઝરખેડા, મોટી પલસાણ, નાની પલસાણ અને મધુબન ડેમ તેમજ ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમ સત્તાવાળાઓએ આજે સવારે 8 વાગ્યાથી ડેમના 10 પૈકી 8 દરવાજા 4 મિટર સુધી ખુલ્લા કરી દમણગંગા નદી મારફતે પાણી છોડવાનું શરૂ કરાયું હતું. જેમાં સવારે 8 વાગે 1.25 લાખ કયુસેક અને 8.30 કલાકે 1.24 લાખ કયુસેક પાણી છોડાયું હતું. જ્યારે 10 વાગ્યે ડેમમાં 1.30 લાખ કયુસેક પાણીની આવક થતા વધુ 1.28 લાખ કયુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. મધુબન ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાતા દમણગંગા નદી બન્ને કાંઠે વહી હતી.
વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ પ્રશાસન એલર્ટ બની લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરી છે.

વલસાડ જિલ્લામાં સાંજે 4 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 2.4 ઇંચ વરસાદ


તાલુકો
મીમી
ઇંચ
વલસાડ

16
0.6
ધરમપુર
64
2.5
પારડી
26
1.0
કપરાડા
211
8.4
ઉમરગામ
23
0.9
વાપી
21
0.8
નાનાપોંઢા
59
2.3
ટોટલ
420
2.4