આદિવાસી વિસ્તારોમાં વિકાસના બણગાં વચ્ચે રાજપુરી જંગલ ગામે નનામી સાથે લોકો કમર સુધીના પાણીમાંથી જવા મજબુર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના રૂપિયાની ગ્રાન્ટના મોટા-મોટા બણગાં ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર તદ્દન વિપરીત અને દયનીય છે. ધરમપુરના રાજપુરી જંગલમાં આઝાદીના દાયકાઓ પછી પણ આદિવાસી સમાજ સ્વજનના અંતિમ સંસ્કાર કરવા માટે જીવના જોખમે કમરસમા નદીના પાણીમાંથી પસાર થવા મજબુર છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા સફાળા જાગેલા તંત્રએ ચેકડેમે કમ કોઝવે બનાવવા ખાતરી આપી છે.
વિકાસની વાતો વચ્ચે વાસ્તવિકતાનું કડવું ચિત્ર અને આદિવાસીઓની કપરીની સ્થિતિ સામે આવી છે. ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામના ચીકદા ફળિયામાં 300થી વધુ આદિવાસી લોકો વર્ષોથી માન નદી હોવાથી સ્મશાન ભૂમિ જવા, બીમારી સમયે હોસ્પિટલ પહોંચવા કે દૈનિક કામકાજ માટે લોકોને 5 થી 7 કિલો મીટરનો લાંબો ફેરો ફરવો પડે છે.
હાલમાં જ ફળિયાના હરિયાણા નામના શખ્સનું અવસાન થતાં રસ્તા અને પુલના માન નદીના કમર સુધીના પાણીમાંથી નનામી પસાર કરી સ્મશાન ભૂમિ જવું પડ્યું હતું. રહેલી હાલાકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. વીડિયો વાયરલ થતાં કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને લોકોની વધી જૂની ચેકડેમ કમ કોઝવે બનાવવાની માંગણી પૂરી કરવાની ખાતરી આપી છે. પરંતુ સ્થાનિકોમાં રોષ દાવા કરે છે, જ્યારે વાસ્તવમાં છે કે, તંત્ર માત્ર કાગળ પર જ વિકાસના આદિવાસીઓને પોતાના હક માટે પણ આટલી યાતનાઓ ભોગવવી પડી રહી છે એ પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે.




