ઉમરગામમાં જાહેરમાં યુવાને પોતાના જ ગળામાં ચપ્પુના ઘા ઝીંકી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi News : વાપીના ઉમરગામના ગોકુલધામ વિસ્તારમાં આજે શનિવારે ભરબપોરે એક યુવાન રોડ પર પહોંચી જાહેરમાં ચપ્પુ વડે પોતાના જ ગળામાં ઘા ઝિકી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. જો કે યુવાને આ પગલું કેમ ભર્યુ તે પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે. ગંભીર રીતે ઘાયલ યુવાનને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામના ગોકુલધામ વિસતારમાં રહેતો એક યુવાન આજે શનિવારે બપોરે મુખ્ય માર્ગ પર પહોંચ્યો હતો. બાદ યુવાને જાહેર માર્ગ પર ચપ્પુ વડે પોતાના જ ગળામાં ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા બાદ જમીન પર ઢળી પડ્યો હતો. જાહેર માર્ગ પર હચમચાવી નાંખે તેવી બનેલી ઘટનાને લઇ લોકો દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારી સહિત ટીમ પણ પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ યુવાનને બેભાન અવસ્થામાં ઉમરગામ સીએચસીમાં લઇ જવાયા બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાને લઇ પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગે હકલ કોઇ કારણ બહાર આવી શકયું નથી. પોલીસે આ મામલે સઘન તપાસ આદરી છે.




