Valsad

વાપી મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ રૂ.21.36 કરોડના પાણી પુરવઠા, ડ્રેનેજ સહિત કામો માટે ઠરાવ કરાયો

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ગઈકાલે કુલ 10 મહત્વના કામો રૂ. 21.36 કરોડના ખર્ચે મંજૂર કરાયા છે. ચેરમેન સતિષ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં બલીઠા ખાતે 50 MLD નો STP પ્લાન્ટ, પાણી પુરવઠા અને ડ્રેનેજ પ્રોજેક્ટ સહિતના વિકાસ કાર્યોને લીલી ઝંડી મળી. SCADA સિસ્ટમ અને સિક્યુરિટી કેમેરા પણ ગોઠવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપી મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ રૂ.21.36 કરોડના પાણી પુરવઠા, ડ્રેનેજ સહિત કામો માટે ઠરાવ કરાયો

Vapi News : વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની ગઈકાલે શુક્રવારે મળેલી બેઠકમાં રૂ.21.36 કરોડના ખર્ચે કુલ 10 મહત્વના કામો મંજૂર કરી ઠરાવ કરાયો છે. જેમાં વાપીના બલીઠામાં 50 એમએલડીનો એસટીપી પ્લાન્ટ, પાણી પુરવઠા અને ડ્રેનેજ પ્રોજેક્ટ સહિતના કામોનો સમાવેશ કરાયો છે.
વાપી મનપાના સભાખંડમાં ગઈકાલે શુક્રવારે સ્થાયી સમિતિ બેઠક ચેરમેન સતિષ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં શહેરના મહત્વપૂર્ણ વિકાસના કામો અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં કુલ રૂ.21.36 કરોડના ખર્ચે 10 કામો મંજૂર કરાયા હતા. જેમાં બલીઠા ખાતે દૈનિક 5 કરોડ લિટર ગંદા પાણીના વૈજ્ઞાનિક શુદ્ધીકરણ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરાશે, બલીઠા (31.26 કિ.મી.), કરવડ (32.61 કિ.મી.), સલવાવ (40.22 કિ.મી.), નામધા (19.02 કિ.મી.), વટાર (16.68 કિ.મી.), કુંટા (10.78 કિ.મી.), ચણોદ (9.46 કિ.મી.) અને મોરાઈ (5.71 કિ.મી.) વિસ્તારમાં પાણીની નવી લાઇન નાંખવામાં આવશે. છીરી અને છરવાડા વિસ્તારમાં 44.53 કિ.મી. લંબાઈની ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં આવશે.
​ સ્કાડા (SCADA) અને સિક્યુરિટી : પાણીના દબાણ અને વિતરણ પર સતત મોનિટરિંગ માટે સ્કાડા સિસ્ટમ તથા કેમેરા સેટઅપ ગોઠવવામાં આવશે.
આ ઉપરાંત બેઠકમાં ​સી.એમ. મોડર્ન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટનું નિર્માણ રોજગાર અને સ્વચ્છતાની સુવિધા સુધારવા વાપી, ચલા, સુલપડ ફળિયા, છીરી અને ચણોદ વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડરો માટે યોગ્ય જગ્યા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારમાં રજૂ કરવાનો ઠરાવ કરાયો હતો. રાજ્ય સરકારના સૂચન મુજબ આગામી દાયકાની વસ્તી અને શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ તેમજ પાણી અને ડ્રેનેજના વિકાસકામોની દરખાસ્તો તૈયાર કરી સરકારમાં રજૂ કરવાનું નક્કી કરાયું હતું.