Valsad

નાસિકના સાવલઘાટ પર ગમખ્વાર અકસ્માતમાં સરીગામ અને સેલવાસના મહિલા સહિત 4ના મોત

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના નાસિક પાસે સાવલઘાટ પર ગઇકાલે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સેલવાસ અને સરીગામના પાંચ વ્યક્તિઓ સપ્તશૃંગીથી પરત ફરતી વેળા ઇકો કારને બે કન્ટેઇનર વચ્ચે કચડી નાખતા અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં મહિલા સહિત 4ના મોત થયા હતા, જ્યારે 1 ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાસિકના સાવલઘાટ પર ગમખ્વાર અકસ્માતમાં સરીગામ અને સેલવાસના મહિલા સહિત 4ના મોત

Vapi News : મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાં સાવલઘાટ પર ગઇકાલે મંગળવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ પૈકી મહિલા સહિત ચારના મોત થયા હતા. સેલવાસ અને સરીગામના વ્યક્તિઓ મહારાષ્ટ્રના સપ્તશૃંગીથી પરત આવતી વેળા કન્ટેઇનરે પાછળથી ટક્કર માર્યા બાદ સામેથી આવતા કન્ટેઈનરે અડફટે લેતા ગમખ્વાર અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્ત 50 વર્ષીય શખ્સને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતિ અનુસાર ઉમરગામ તાલુકાના સરીગામના બોન્ડપાડામાં રહેતો અંબુ છગનભાઇ વળવી (ઉ.વ.30) ઇકો કાર (નં.જીજે-15-સીઆર-5659)માં સેલવાસ અને કપરાડાના પીપરોણો રહેતા ચાર વ્યક્તિઓ સાથે મહારાષ્ટ્રના નાસિક, સપ્તર્ગી સહિતના સ્થળોએ ફરવા ગયા હતા. તમામ વ્યક્તિઓ ગઇકાલે મંગળવારે સપ્તશૃંગી મંદિરે દર્શન કરી પરત સેલવાસ આવવા નીકળ્યા હતા. તે દરમિયાન નાસિકના પેઠ પોલીસ મથક હદના સાવલઘાટપર કન્ટેઇનર (નં.એમએચ-04-જીએફ-8901)ની બ્રેક ફેઈલ થતા આગળ દોડી રહેલી ઇકો કારને પાછળથી ટક્કર માર્યા બાદ સામેથી આવી રહેલા કન્ટેઇનર (નં.એનએલ-01-એસી-1929)ના ચાલકે કારને અડફટેલેતા ગમખ્વાર અકસ્માત થયો હતો. એટલું જ નહી કાર બન્ને વાહન વચ્ચે ફસાય જવા સાથે ક્ચરઘાણ બોલાય ગયો હતો.
ગમખ્વાર અકસ્માતને પગલે લોકો દોડી ગયાબાદ પોલીસને જાણ કરી હતી. બાદમાં લોકોની મદદથી કારમાં સવાર પાંચેય વ્યક્તિઓને બહાર કાઢયા હતા. પાંચ પૈકી ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે હોસ્પિટલમાં ખસેડાયેલા બે પૈકી એકનું પણ મોત થયું હતું. આ ગોઝારા અકસ્માતમાં મહિલા સહિત ચાર વ્યક્તિઓના મોત થયા હતા. પાંચ પૈકી કાર ચાલક અંબુ છગનભાઈ વળવી (ઉ.વ.32, રહે.બોનપાડા, સરીગામ, ઉમરગામ), રાજર્જાયા ધાક્લભાઈ તુમડા (ઉ.વ.55, રહે. સાયલી, સેલવાસ), કૌશલ્યાબેન રમેશભાઈ કાકડ (ઉ.વ.26, રહે. ધોડીપાડા, સુરંગી, સેલવાસ), રમણભાઈ ધર્માભાઈ ચીમન્યા (ઉ.વ.49, રહે. પીપરોણી, કપરાડા) નો સમાવેશ થાય છે. જયારે ખાલપાઢેડિયાભાઈ ભુરકુડ (ઉ.વ.50, રહે. સેલવાસ)ને ગંભીર ઈજા થતાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અંગે પેઠ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.