ઘરમાં કયું ઉપરકણ સૌથી વધારે વીજળી ખાય છે? જાણી લેશો તો બિલમાં ઘટાડો કરી શકશો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

High Electricity Consuming Products List: જો તમે ઘરમાં પંખો કે બાથરૂમ અથવા રૂમની લાઈટ ચાલુ રાખીને ક્યાંક ચાલ્યા જાવ, તો પરિવારજનો તરત જ તેને બંધ કરવા જણાવે છે, જેથી વીજળીનું બિલ વધુ ન આવે. પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગના ઘરોમાં એવા ઘણા ઉપકરણો છે જે વીજળીથી ચાલે છે અને સૌથી વધુ વીજળી ખાય છે? જેની સીધી અસર આપણા વધતા વીજ બિલ પર પડે છે. તો ચાલો જાણીએ કે આ કયા કયા ઉપકરણો છે.
- AC
આ યાદીમાં સૌથી પહેલું નામ છે AC એટલે કે એર કન્ડીશનરનું. આજના સમયમાં મોટાભાગના ઘરોમાં તે જોવા મળે છે અને કેટલાક ઘરોમાં તો એક કરતાં વધુ AC હોય છે. ACને વીજળીના વપરાશનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. AC લગભગ દર કલાકે અંદાજે 1500થી 3000 વૉટ વીજળી ખાય છે, પરંતુ ગરમીથી બચવા માટે લોકો તેનો ઉપયોગ કરવા મજબૂર બને છે.
- ગીઝર
AC પછી સૌથી વધુ વીજળીનો વપરાશ કરતું ઉપકરણ ગીઝર છે, જેનો ઉપયોગ લોકો શિયાળામાં પાણી ગરમ કરવા માટે કરે છે. એક સામાન્ય ગીઝરની ક્ષમતા 3000થી 4500 વોટ સુધીની હોય છે. તેથી, સમજી શકાય છે કે ગીઝર વધુ વીજળી ખાય છે.
- ફ્રિઝ
ત્રીજા નંબર પર ફ્રિજ છે, જે વર્તમાન સમયમાં લગભગ દરેક ઘરમાં હોય છે. શાકભાજી અને ફળોને સ્ટોર કરવા ઉપરાંત પાણી ઠંડું કરવા જેવા કામો માટે ફ્રિજનો ઉપયોગ થાય છે. ફ્રિજ અને અન્ય ઉપકરણો વચ્ચેનો તફાવત એ છે કે ફ્રિજ લગભગ 24 કલાક ચાલુ જ રહે છે, લોકો તેને કોઈ પણ ઋતુમાં બંધ નથી કરતા. તેથી જ એવું માનવામાં આવે છે કે દર મહિને આવતા વીજ બિલમાં અંદાજે 15થી 20 ટકા હિસ્સો ફ્રિજનો જ હોય છે.
- વોશિંગ મશીન
આ લિસ્ટમાં ચોથા નંબર પર વોશિંગ મશીન છે. બધા ઘરોમાં તો નહીં પરંતુ મોટી સંખ્યામાં લોકો વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે.
કપડાં ધોવા કે સૂકવવા માટે લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. વોશિંગ મશીન પણ મોટા પ્રમાણમાં વીજળી ખાય છે.









