Utility

SBI ગ્રાહકો ખાસ જાણી લેજો: બદલાઈ રહ્યો છે રોકડ ઉપાડવાનો નિયમ, આટલા ટ્રાન્ઝેક્શન પછી લાગશે ચાર્જ

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
SBI એ BSBD ખાતાધારકો માટે સેવા શુલ્ક નિયમોમાં ફેરફાર કર્યો છે. 1 ઓક્ટોબર, 2026 થી, બેન્ક શાખામાંથી મહિને 4થી વધુ રોકડ ઉપાડ પર ₹15 + GST ચાર્જ લાગશે. આ ફેરફાર ફક્ત BSBD ખાતાધારકોને લાગુ પડશે, જે આર્થિક રીતે નબળા વર્ગો માટે ઝીરો બેલેન્સ ખાતું છે. ગ્રાહકોએ મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા ધ્યાનમાં રાખવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

SBI ગ્રાહકો ખાસ જાણી લેજો: બદલાઈ રહ્યો છે રોકડ ઉપાડવાનો નિયમ, આટલા ટ્રાન્ઝેક્શન પછી લાગશે ચાર્જ

SBI New Rules: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ (BSBD) ખાતાધારકો માટે એક મહત્ત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. બેન્કે તેના સેવા શુલ્ક (Service Charges)ના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે આગામી પહેલી ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે. આ નવા નિયમ અનુસાર, બેન્ક શાખા (Branch)માંથી એક મહિનામાં 4થી વધુ વખત રોકડ ઉપાડવા પર ગ્રાહકોએ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

કેટલો ચાર્જ ચૂકવવો પડશે?

બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, BSBD ખાતાધારકોને દર મહિને બ્રાન્ચમાંથી 4 વખત મફત રોકડ ઉપાડ (Free Withdrawals)ની સુવિધા મળશે. આ ફેરફાર તમામ સામાન્ય બચત ખાતાધારકો માટે નથી, પરંતુ માત્ર બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ હોલ્ડર્સ માટે જ લાગુ પડશે.

•ફ્રી મર્યાદા: મહિને 4 ટ્રાન્ઝેક્શન.
•વધારાનો ચાર્જ: 5મા ટ્રાન્ઝેક્શનથી પ્રત્યેક રોકડ ઉપાડ પર 15 રૂપિયા પ્લસ GST ચાર્જ વસૂલવામાં આવશે.

શું છે આ BSBD ખાતું?

BSBD એટલે કે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ મુખ્યત્વે આર્થિક રીતે નબળા વર્ગોને બેંકિંગ સેવાઓ સાથે જોડવા માટે શરૂ કરવામાં આવ્યું છે.

આ એક 'ઝીરો બેલેન્સ' ખાતું છે, જેમાં લઘુત્તમ બેલેન્સ (Minimum Balance) જાળવવાની જરૂર રહેતી નથી. આ ખાતા સાથે ચેકબુકની સુવિધા મળતી નથી. ખાતાધારકને મફત RuPay એટીએમ-કમ-ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. જે ગ્રાહક પાસે BSBD ખાતું હોય, તે SBIમાં બીજું કોઈ સામાન્ય બચત ખાતું રાખી શકતા નથી.

બેન્કે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોએ પહેલી ઓક્ટોબરથી શાખામાંથી રોકડ ઉપાડ કરતી વખતે પોતાના મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા ધ્યાન પર રાખીને આયોજન કરવું પડશે.