Bhavnagar

પાલિતાણા અને સીટી-૧ ડિવિઝનમાં રૃા.૪૦ લાખની વીજચોરી પકડાઈ

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં PGVCL દ્વારા બીજા દિવસે વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. પાલિતાણા અને સિટી-1 ડિવિઝનના 6 સબ ડિવિઝનમાં 46 ટીમોએ 325 કનેક્શનો તપાસ્યા. 92 કનેક્શનોમાંથી કુલ ₹40.60 લાખની વીજચોરી ઝડપાતા PGVCLએ દંડાત્મક કાર્યવાહી કરી. આ ચેકિંગમાં 86 રહેણાંકી અને 6 વાણિજ્યિક કનેક્શનમાં ગેરરીતિ મળી આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલિતાણા અને સીટી-૧ ડિવિઝનમાં રૃા.૪૦ લાખની વીજચોરી પકડાઈ

બન્ને ડિવિઝનના ૬ સબ ડિવિઝનના ૪૬ ટીમનું ચેકિંગ, ૯૨ કનેક્શનોમાં ગેરરીતિ પકડાઈ

ભાવનગર -  પીજીવીસીએલ દ્વારા આજે સતત બીજા દિવસે વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં પાલિતાણા અને સીટી-૧ ડિવિઝનમાં રૃા.૪૦.૬૦ લાખની વીજચોરી પકડાઈ છે.

પીજીવીસીએલ દ્વારા ગતરોજ મહુવા ડિવિઝનમાં વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે બાદ આજે પાલિતાણા અને સીટી-૧ ડિવિઝનમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજતંત્રની ૪૬ ટીમે તળાજા-૧, ૨, ત્રાપજ, પિથલપુર, પાલિતાણા ગ્રામ્ય અને પાવર હાઉસ સબ ડિવિઝનમાં ૩૦૪ રહેણાંકી અને ૨૧ વાણિજ્ય મળી કુલ ૩૨૫ કનેક્શનો તપાસવામાં આવ્યા છે. જેમાંથી ૮૬ રહેણાંકી અને ૬ વાણિજ્ય મળી કુલ ૯૨ કનેક્શનોમાં રૃા.૪૦.૬૦ લાખની વીજચોરી પકડાતા પીજીવીસીએલ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.