આ તારીખ પછી નહીં ચાલે જૂની ચેકબુક! નવી ઈશ્યૂ કરાવવી પડશે, RBIનો મોટો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

RBI New Chequebook Rules 2026 : ભારતમાં UPI ના આગમન પછી ડિજિટલ ટ્રાન્ઝેક્શન ખૂબ ઝડપી બન્યા છે, પરંતુ મોટી રકમના વ્યવહારો માટે આજે પણ ચેકનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. બેંકિંગ ફ્રોડ અને છેતરપિંડીના બનાવો અટકાવવાના હેતુથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ચેકબુક સાથે જોડાયેલા નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ નવા નિયમો લાગુ થવાને કારણે હવે તમામ બેંક ગ્રાહકોએ પોતાની જૂની ચેકબુક બદલાવવી પડશે. અત્યાર સુધી વપરાતી ચેકબુકમાં નીચેની તરફ દર્શાવાતો ચેક નંબર અને MICR કોડ માત્ર આંકડાઓમાં (Digits) જ હોય છે, જે સિસ્ટમમાં હવે મોટો બદલાવ કરવામાં આવ્યો છે.
નવી ચેકબુકમાં કયા હાઇ-ટેક ફીચર્સ હશે?
નવી સિસ્ટમ હેઠળ બનાવવામાં આવનારી ચેકબુકમાં ચેક નંબર અને MICR ના આંકડાઓ સાથે વિશેષ આલ્ફા-ન્યૂમેરિક (અક્ષરો અને આંકડાઓનું મિશ્રણ) યુનિક કોડ પણ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે નવા ચેકમાં સ્પેશિયલ વોટરમાર્ક, યુવી (UV) લાઇટમાં જોઈ શકાય તેવી અદ્રશ્ય શાહી અને અતિ સૂક્ષ્મ માઇક્રો-પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને નરી આંખે જોવું અશક્ય છે. આ નવા ચેક રિઝર્વ બેંકની 'પોઝિટિવ પે સિસ્ટમ' (Positive Pay System) સાથે સીધા લિંક થઈને કામ કરશે, જેનાથી ચેકમાં થતી કોઈ પણ પ્રકારની ગડબડ કે ફ્રોડ અટકાવી શકાશે.
31 ડિસેમ્બર સુધી જ ચાલશે જૂની ચેકબુક
RBI ના નિર્દેશો મુજબ, જૂના નંબર ધરાવતી તમામ ચેકબુક માત્ર 31 ડિસેમ્બર સુધી જ માન્ય રહેશે. 1 જાન્યુઆરી 2027 થી માત્ર આલ્ફા-ન્યૂમેરિક કોડ ધરાવતી નવી ચેકબુક દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન જ સ્વીકારવામાં આવશે. દેશની અનેક બેંકોએ પોતાના ગ્રાહકોને નવી ચેકબુક ઇશ્યૂ કરવાનું શરૂ કરી દીધું છે. બેંકોએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ 31 ડિસેમ્બર પહેલા પોતાની નવી ચેકબુક મેળવી લે, નહીંતર 1 જાન્યુઆરીથી 50,000 રૂપિયા કે તેથી વધુ રકમનું ક્લિયરિંગ જૂની ચેકબુકથી થઈ શકશે નહીં.










