Utility

હવે ફક્ત Hello લખો અને PF એકાઉન્ટની A to Z વિગતો તમારા વોટ્સએપ પર મળી જશે

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પોતાના કરોડો સભ્યો માટે WhatsApp સેવા શરૂ કરી છે. હવે સભ્યો 'Hello' મેસેજ મોકલીને PF બેલેન્સ અને ક્લેમ સ્ટેટસ જેવી માહિતી સીધા પોતાના સ્માર્ટફોન પર મેળવી શકશે. આ નવી સુવિધાથી પોર્ટલ પર લોગિન કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ સેવા QR કોડ અથવા ડાયરેક્ટ લિંક દ્વારા ઉપલબ્ધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ફક્ત Hello લખો અને PF એકાઉન્ટની A to Z વિગતો તમારા વોટ્સએપ પર મળી જશે
AI Image

EPFO Launches WhatsApp Service For Instant PF Balance And Claim Updates: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પોતાના કરોડો સભ્યો અને પેન્શનર્સની સુવિધામાં મોટો વધારો કરતાં સત્તાવાર WhatsApp ચેનલ અને સર્વિસ શરૂ કરી દીધી છે. હવે ઈપીએફઓ સભ્યોએ પીએફ બેલેન્સ ચેક કરવા કે ક્લેમનું સ્ટેટસ જાણવા માટે વારંવાર પોર્ટલ પર લોગિન કરવાની ઝંઝટ નહીં વેઠવી પડે. માત્ર એક 'Hello' મેસેજ મોકલીને સભ્યો પોતાના પીએફ ખાતા સાથે જોડાયેલી તમામ મહત્ત્વપૂર્ણ માહિતી સીધા પોતાના સ્માર્ટફોન પર મેળવી શકશે.

ઈપીએફઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર પોસ્ટ કરીને આ નવી સેવાની વિગતવાર માહિતી આપી છે.

ચેનલ સાથે કેવી રીતે જોડાવું?

સભ્યો આ નવી સુવિધાનો લાભ લેવા માટે નીચેની રીતે સત્તાવાર ચેનલ સાથે જોડાઈ શકે છે:

  • QR કોડ સ્કેન કરીને: EPFO દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર QR કોડને સ્કેન કરીને સીધા વ્હોટ્સએપ ચેનલ પર જઈ શકાય છે.
  • ડાયરેક્ટ લિંક: સભ્યો સીધી EPFO WhatsApp Channel લિંક પર ક્લિક કરીને પણ જોડાઈ શકે છે.

આ સુવિધા કેવી રીતે કામ કરશે?

  1. વ્હોટ્સએપ ચેનલ સાથે જોડાયા બાદ સભ્યએ 'Hello' ટાઈપ કરીને મેસેજ મોકલવાનો રહેશે.
  2. મેસેજ મળતાં જ સિસ્ટમ ચકાસણી કરશે કે આ મેસેજ સભ્યના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે લિંક થયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી આવ્યો છે કે નહીં.
  3. નંબર વેરિફાય થતાં જ યુઝરની સ્ક્રીન પર સ્થાનિક ભાષામાં સરળ મેનૂ ઓપ્શન્સ દેખાશે.
  4. સભ્ય પોતાની જરૂરિયાત મુજબના વિકલ્પ પર ક્લિક કરશે, ત્યારબાદ EPFOનો AI ચેટબોટ ડેટાબેઝમાંથી માહિતી મેળવીને તુરંત સચોટ જવાબ આપશે.

વ્હોટ્સએપ પર કઈ-કઈ સેવાઓ અને વિગતો તાત્કાલિક મળશે?

  • PF એકાઉન્ટ બેલેન્સ: ખાતામાં જમા કુલ રકમની તાજી માહિતી.
  • છેલ્લા પાંચ વ્યવહારો: ખાતામાં થયેલા છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનની વિગતો.
  • ક્લેમ સ્ટેટસ ટ્રેકિંગ: પીએફ ઉપાડ કે ટ્રાન્સફર માટે મૂકેલા ક્લેમનું લાઈવ સ્ટેટસ.
  • સૂચનાઓ અને અપડેટ્સ: પેન્શનર્સ અને કર્મચારીઓ માટે ઈપીએફઓ દ્વારા જારી કરાતી તમામ નવી માર્ગદર્શિકા અને અપડેટ્સ સીધા વ્હોટ્સએપ પર મળશે.