Utility

NHAI લાવ્યું 350 રૂપિયાનો ખાસ ડિજિટલ પાસ! આ લોકોને મળશે અનલિમિટેડ એન્ટ્રી, આ રીતે કરો અરજી

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
NHAI એ ડિજિટલ લોકલ પાસ સેવાનો વ્યાપ વધાર્યો છે. હવે દેશભરના 121 ટોલ પ્લાઝા પર સ્થાનિક નાગરિકો રાજમાર્ગ યાત્રા એપ દ્વારા માસિક પાસ બનાવી શકશે. 20 કિલોમીટરની રેન્જમાં રહેતા બિન-વ્યવસાયિક વાહનોના માલિકો રૂ. 350 માં આ સુવિધા મેળવી શકશે, જેથી ટોલ ટેક્સની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

NHAI લાવ્યું 350 રૂપિયાનો ખાસ ડિજિટલ પાસ! આ લોકોને મળશે અનલિમિટેડ એન્ટ્રી, આ રીતે કરો અરજી

NHAI Digital Local Pass : નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા પોતાની ડિજિટલ લોકલ પાસ સર્વિસનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે. આ ઉત્તમ સેવા હવે દેશભરના 121 ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ થશે. આ સર્વિસનો લાભ લઈને ટોલ પ્લાઝાની આસપાસ રહેતા સ્થાનિક નાગરિકો સરળતાથી પોતાનો મંથલી પાસ બનાવી શકશે. જેના કારણે તેમને વારંવાર ટોલ ટેક્સ ચૂકવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.

રાજમાર્ગ યાત્રા એપ દ્વારા ઓનલાઈન અરજી

પાત્ર યુઝર્સ સત્તાવાર રાજમાર્ગ યાત્રા એપ (Rajmarg Yatra App) ના માધ્યમથી આ પાસ બનાવી શકે છે. આનાથી તેમને ટોલ પ્લાઝાથી પસાર થતી વખતે કોઈ વધારાનો ટોલ આપવો પડશે નહીં. આ સેવા મેળવવા માટે યુઝર્સે એક નિશ્ચિત રકમ જમા કરાવવાની રહેશે. વેરિફિકેશનની આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે. જેથી નાગરિકોને કોઈપણ પ્રકારની ભૌતિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

કોણ કરી શકશે અરજી અને કઈ છે શરતો?

જે નાગરિકો ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની રેન્જની અંદર નિવાસ કરે છે, તેઓ આ ડિજિટલ ટોલ પાસ માટે સરળતાથી અરજી કરી શકે છે. મહત્વની વાત એ છે કે આ પાસ માત્ર નોન-કમર્શિયલ વાહનો (બિન-વ્યવસાયિક વાહનો) માટે જ માન્ય રહેશે. ડિજિલૉકર (DigiLocker) નો ઉપયોગ કરીને સરનામાની વિગતો, વાહન ડેટાબેઝ દ્વારા વાહનની માહિતી અને લિંક કરેલા ફાસ્ટેગની વિગતોનું ઓનલાઈન વેરિફિકેશન થશે. અગાઉ કોમ્યુટર્સને રૂબરૂ ટોલ પ્લાઝા પર જઈને ભૌતિક દસ્તાવેજો જમા કરાવવા પડતા હતા, પરંતુ હવે આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે.

કેટલો ચાર્જ ચૂકવવો પડશે?

નેશનલ હાઇવે યુઝર ફી નિયમ અંતર્ગત આ લોકલ પાસ માટે માત્ર 350 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. આ ફી બિન-વ્યવસાયિક વાહનો માટે છે. ટોલ ગેટ પર સરળ ક્લિયરન્સ મેળવવા માટે આ પાસ હોવો અનિવાર્ય છે. આનાથી પાત્ર પ્રવાસીઓ કોઈપણ અડચણ વગર ટોલ પ્લાઝા પાર કરી શકશે. ડિજિટલ લોકલ પાસને લાગુ કરવો એ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) અને બેરિયર લેસ ટોલિંગ સિસ્ટમ તરફ આગળ વધતું વધુ એક સકારાત્મક પગલું છે.