નામ, જન્મતારીખ કે સરનામું? જાણો આધાર કાર્ડમાં કઈ વિગત કેટલી વાર અપડેટ કરી શકાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aadhar Card Update Rules: આધાર કાર્ડ (Aadhar Card) માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ રોજિંદા જીવનનો એક જરૂરી હિસ્સો બની ચૂક્યું છે. બેન્ક ખાતું ખોલાવવાથી લઈને સરકારી યોજનાઓ(Government Schemes)નો લાભ ઉઠાવવા અને નવું સિમ કાર્ડ લેવા સુધી, દરેક જગ્યાએ આધારની જરૂર પડે છે. તેથી આધારમાં નોંધાયેલી વિગતો સંપૂર્ણપણે સાચી અને અપડેટ હોવી ખૂબ જ જરૂરી છે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના નિયમો પ્રમાણે તમે આધારમાં નોંધાયેલી વિગતોને અનેક વાર અપડેટ કરાવી શકતા નથી. કેટલીક વિગતો બદલવાની એક ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાણો કઈ વિગત કેટલી વાર બદલી શકાય છે.
ઘરનું સરનામું: આધાર કાર્ડમાં ઘરનું સરનામું બદલવા માટે કોઈ સીમા નક્કી કરવામાં નથી આવી. જો તમે નવા શહેરમાં કે નવા મકાનમાં શિફ્ટ થાઓ છો, તો જેટલી વાર જરૂર હોય તેટલી વાર તમારું નવું એડ્રેસ અપડેટ કરાવી શકો છો.
નામ: તમે તમારા આધાર કાર્ડમાં નામ માત્ર બે વાર જ અપડેટ કરાવી શકો છો. તેથી નામ બદલતી વખતે સ્પેલિંગ યોગ્ય રીતે તપાસી લો.
જન્મતારીખ: આધારમાં જન્મતારીખમાં સુધારો માત્ર એક વાર જ કરી શકાય છે. તેમાં ફેરફાર કરવા માટે સાચા દસ્તાવેજ હોવા અનિવાર્ય છે.
મોબાઈલ નંબર અને ઈ-મેઈલ: મોબાઈલ નંબર કે ઈ-મેઈલ આઈડી બદલવાની પણ કોઈ સીમા નથી. જો તમારો જૂનો નંબર બંધ થઈ ગયો છે, તો તમે જેટલી વાર ઈચ્છો તેટલી વાર નવો નંબર લિંક કરાવી શકો છો.
આ છે અપડેટ કરવાની પ્રક્રિયા
એડ્રેસ ચેન્જ: myAadhaar પોર્ટલ પર જાઓ અને લોગિન કરો. Update Address વિકલ્પ પર ક્લિક કરીને નવું સરનામું નોંધો અને માન્ય દસ્તાવેજ અપલોડ કરો. આ પ્રક્રિયામાં 30થી 90 દિવસનો સમય લાગી શકે છે.
મોબાઈલ નંબર: મોબાઈલ નંબર બદલવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. આ ઉપરાંત UIDAIની એપની મદદથી ઓટીપી અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ નંબર લિંક કરી શકાય છે.
આધાર અપડેટની ફી
UIDAIના નિયમો પ્રમાણે આધારમાં ડેમોગ્રાફિક વિગતો જેવી કે નામ, સરનામું, જન્મતારીખ, જેન્ડર કે મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે પ્રતિ સર્વિસ 75 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.




