છેલ્લો ચાન્સ... 5 મિનિટનો સમય કાઢી LPGનું KYC કરી લેજો, નહીં તો સિલિન્ડર નહીં મળે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LPG e-KYC Alert: ઘરેલુ LPG યુઝર્સ માટે મહિનાનો છેલ્લો દિવસ LPG સાથે જોડાયેલું એક જરૂરી કામ કરવાની ડેડલાઇન છે. જો આ લાસ્ટ ડેટ ચૂકી ગયા, તો પછી LPG સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અથવા તો મોંઘા ભાવે તેને ખરીદવું પડી શકે છે. વાસ્તવમાં ઓઇલ-ગેસ કંપનીઓએ ગ્રાહકો માટે LPG e-KYC પૂર્ણ કરવા માટેની ડેડલાઇન વધારીને 31 ઑગસ્ટ કરી હતી, જે સમાપ્ત થઈ રહી છે. આ કામને સરળતાથી ઘર બેઠા જ પૂરું કરી શકાય છે.
ઘરેલુ રેટ પર નહીં મળશે LPG સિલિન્ડર
LPG e-KYCનો રુલ ઈન્ડેન ગેસ (Indane Gas), ભારત ગેસ (Bharat Gas) અને એચપી ગેસ(HP Gas)નો ઉપયોગ કરતાં ઘરેલુ LPG ગ્રાહકો પર લાગુ થાય છે. કંપનીઓ આ કામ કરવા માટેની ડેડલાઇન બે વાર વધારી ચૂકી છે, પહેલા તેને 16 ઑગસ્ટથી 23 ઑગસ્ટ કરવામાં આવી હતી અને પછી વધુ એક એક્સ્ટેન્શન આપીને 31 ઑગસ્ટ સુધી આ કામ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ કંપનીઓએ સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી કે જે લોકો e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહે, તેઓ વેરિફિકેશન પૂરું થાય ત્યાં સુધી ઘરેલુ રેટ પર LPG સિલિન્ડર મેળવવા માટે અયોગ્ય બની શકે છે.
અહીં સ્પષ્ટ કરી દઈએ કે, LPG e-KYC ન થવાથી તાત્કાલિક ગ્રાહકનું LPG કનેક્શન રદ નહીં થાય, પરંતુ તે પૂર્ણ થાય ત્યાં સુધી ઘરેલુ રેટ પર સિલિન્ડર મળવામાં મુશ્કેલી આવશે. તેને સંભવિતપણે લાગુ કોમર્શિયલ રેટની ચુકવણી કરવી પડી શકે છે. એટલે કે સહેજ પણ બેદરકારી તમારા રસોડાનું બજેટ વધારનારી સાબિત થઈ શકે છે. જોકે, આ દરમિયાન જણાવી દઈએ કે, જે ગ્રાહકોએ પહેલાથી જ તેને પૂરું કરી લીધું છે, તેમને આ પ્રક્રિયા ફરીથી કરવાની જરૂર નથી.
ઘરેલુ રેટ નહીં, તો કેટલામાં મળશે સિલિન્ડર
સરળ શબ્દોમાં કહીએ તો LPG e-KYC પૂર્ણ ન થવાથી ગ્રાહકો પર એક પ્રકારે નાણાકીય અસર પડશે. હાલમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 942 રૂપિયા, કોલકાતામાં 968 રૂપિયા, મુંબઈમાં 941.50 રૂપિયા અને ચેન્નાઈમાં 957.50 રૂપિયા છે.
જ્યારે બીજી તરફ કોમર્શિયલ LPG સિલિન્ડરની પ્રાઈસ જોઈએ, તો 19 કિલોવાળા આ સિલિન્ડરની કિંમત હાલમાં દિલ્હીમાં 2,738 રૂપિયા, મુંબઈમાં 2,691.50 રૂપિયા, કોલકાતામાં 2,872.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2,906 રૂપિયા છે. એટલું જ નહીં કેટલાક શહેરોમાં 19Kg LPG સિલિન્ડરની કિંમત 3,000 રૂપિયાથી પણ વધુ છે. આ જ સૌથી મોટી વાત છે કે, ઘરેલુ રેટ પર સિલિન્ડર મેળવવાની પાત્રતા ગુમાવવાથી LPGના ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
ગેસ કંપનીઓથી લઈને તેલ મંત્રાલય સુધી LPG e-KYCને લઈને ઍલર્ટ જાહેર કરી ચૂક્યા છે. ઈન્ડેન ગેસ (Indane Gas), ભારત ગેસ (Bharat Gas) અને એચપી ગેસ(HP Gas)નો ઉપયોગ કરતા ઘરેલુ LPG ગ્રાહકો પર આ નિયમ લાગુ થાય છે. તેલ કંપનીઓ દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવેલા મેસેજ પર નજર કરીએ તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જે LPG યુઝર e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહે, તેઓ વેરિફિકેશન પૂરું થાય ત્યાં સુધી ઘરેલુ રેટ પર LPG સિલિન્ડર મેળવવા માટે અયોગ્ય બની શકે છે.
જોકે, જે ગ્રાહકોએ પહેલાથી જ તેને પૂરું કરી લીધું છે, તેમને આ પ્રક્રિયા ફરીથી કરવાની જરૂર નથી. તેલ મંત્રાલયે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જે ગ્રાહકોએ હજુ સુધી વેરિફિકેશન પૂર્ણ નથી કર્યું, તેમના માટે e-KYC ફરજિયાત છે.
LPG e-KYC કેવી રીતે પૂર્ણ કરવું?
ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો માટે ઘરે બેઠા ઈન્ડિયનઓઈલ વન એપના માધ્યમથી અથવા LPG ડિસ્ટ્રિબ્યુટર પાસે જઈને, LPG ડિલિવરી કર્મચારીઓ દ્વારા તેને પૂર્ણ કરવાની સુવિધા આપવામાં આવી છે. આ પ્રક્રિયામાં ગ્રાહકના વેરિફિકેશન માટે આધાર-ઓથેન્ટિકેશન (Aadhaar authentication) નો ઉપયોગ કરવામાં આવે છે. આ પૂર્ણ કરવા માટે જે ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેમાં આધાર કાર્ડ અથવા આધાર નંબર, LPG કનેક્શન સાથે જોડાયેલ મોબાઈલ નંબર, LPG કન્ઝ્યૂમર નંબર અથવા LPG ID સામેલ છે.
Indane User: ઈન્ડેન ગેસ યુઝર્સે ઈન્ડિયનઓઈલ વન એપ પર જવું અને LPG એકાઉન્ટ સાથે લિંક કરેલા મોબાઇલ નંબરથી લોગ ઈન કરવું પડશે. ત્યારબાદ તેમના LPG IDને લિંક કરવા માટે e-KYC અથવા આધાર ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરો. આધાર ઓથેન્ટિકેશન માટે સંમત થયા બાદ FaceRD એપ દ્વારા ફેસ સ્કેન પૂર્ણ કરો. ત્યારબાદ વેરિફિકેશન સબમિટ કરો અને તમારું e-KYC સ્ટેટસ ચેક કરો.
આમ Bharat Gas યુઝર કંપની દ્વારા આપેલ Hello BPCL એપ દ્વારા e-KYC પ્રક્રિયા પૂરી શકાય છે. તો બીજી તરફ HP Gasના ગ્રાહક કંપનીની એપ HP Pay ખોલીને તેને ફટાફટ પૂરી કરી શકાય છે.




