Utility

ઇન્શ્યોરન્સના નિયમો બદલાશે: ઑફિસોના ધક્કા બંધ! 1 ક્લિકમાં મળશે તમામ પોલિસી અને ક્લેમની વિગતો

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
IRDAIએ વીમાધારકો માટે નવી ડિજિટલ વ્યવસ્થા, 'પબ્લિક ઈન્શ્યોરન્સ રજિસ્ટ્રી'(PIR)નો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્લેટફોર્મ પર વીમા પોલિસી અને ક્લેમ સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. આનાથી સામાન્ય લોકોને યોગ્ય માહિતી મળશે અને તેમને જુદી જુદી કંપનીઓના ધક્કા ખાવા નહીં પડે. IRDAIએ આ પ્રસ્તાવ પર લોકોના સૂચનો પણ મંગાવ્યા છે, જેમાં ડેટા સુરક્ષા પર વિશેષ ધ્યાન અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્શ્યોરન્સના નિયમો બદલાશે: ઑફિસોના ધક્કા બંધ! 1 ક્લિકમાં મળશે તમામ પોલિસી અને ક્લેમની વિગતો

IRDAI New Public Insurance Rules : આજના સમયમાં ઇન્શ્યોરન્સ પોલિસી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે, કારણ કે મુશ્કેલીના સમયમાં તે મોટી આર્થિક મદદ પૂરી પાડે છે. આ સંજોગોમાં મોટાભાગના લોકો વીમો લેવા તો માંગે છે, પરંતુ તેમને યોગ્ય માહિતી મળતી નથી. પોલિસી વિશે જાણવા માટે લોકો વિવિધ વેબસાઈટ્સ તપાસે છે અને કંપનીઓના ધક્કા ખાય છે, છતાં સંતોષકારક વિગતો મળતી નથી. જોકે હવે સામાન્ય લોકોની આ સમસ્યાનો ટૂંક સમયમાં અંત આવી શકે છે, કારણ કે પોલિસી અને ક્લેમ સંબંધિત તમામ જાણકારી ટૂંક સમયમાં એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ(IRDAI) આ માટે એક નવી ડિજિટલ વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી પોલિસીધારકો સુધી તમામ વિગતો સરળતાથી પહોંચી શકે.

શું છે આ ડિજિટલ સિસ્ટમનો પ્રસ્તાવ?

IRDAIના આ નવા પ્રસ્તાવને પબ્લિક ઇન્શ્યોરન્સ રજિસ્ટ્રી(PIR) નામ આપવામાં આવ્યું છે. PIR વીમા ક્ષેત્ર માટેનું એક કેન્દ્રીય ડિજિટલ પ્લેટફોર્મ હશે, જેમાં ગ્રાહકોને ઇન્શ્યોરન્સ સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ માહિતી સરળતાથી મળી રહેશે. આ વ્યવસ્થાથી સામાન્ય લોકોને સાચી માહિતી મળશે અને તેમણે વિવિધ કંપનીઓ કે ઑફિસોના ધક્કા ખાવાની જરૂર નહીં રહે.

સામાન્ય લોકો પાસેથી મંગાવવામાં આવ્યા સૂચનો

IRDAIએ હાલ પૂરતો માત્ર PIRનો પ્રસ્તાવ જ મૂક્યો છે અને તેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. નિયમનકાર સંસ્થા દ્વારા આ વ્યવસ્થા પર સામાન્ય નાગરિકો પાસેથી પણ અભિપ્રાય અને સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેના આધારે ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવામાં આવશે.

ડેટા સુરક્ષા અને ગ્રાહકોની પ્રાઇવસી પર વિશેષ ધ્યાન

IRDAIએ પોતાના પ્રસ્તાવમાં ડેટા પ્રાઇવસીને સૌથી મહત્ત્વની ગણાવી છે. ગ્રાહકોની સંમતિ મેળવવા અને ટેકનિકલ વ્યવસ્થા ઊભી કરવા બાબતે પણ સલાહ-સૂચનો માંગવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મ પર ગ્રાહકોના અંગત ડેટાની સુરક્ષા અત્યંત આવશ્યક રહેશે. જો PIRનો અમલ થશે, તો સામાન્ય નાગરિકો માટે વીમાની માહિતી મેળવવાનું કામ ઘણું સરળ અને પારદર્શક બની જશે.