Utility

પૈસાની લેવડ-દેવડ સુરક્ષિત કરવી હોય તો RBI ના ગોલ્ડન રુલ્સ ફોલો કરો...

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
RBI એ સુરક્ષિત UPI પેમેન્ટ માટે મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન્સ બહાર પાડી છે. ડિજિટલ વ્યવહારોમાં વધતી છેતરપિંડીને રોકવા 'જાણકાર બનો, સતર્ક રહો' સંદેશ અપાયો છે. પેમેન્ટ કરતા પહેલા લાભાર્થીનું નામ અને ટ્રાન્ઝેક્શન લિમિટ ચકાસવી. અજાણી લિંક્સ, ફેક કોલ અને OTP શેર કરવાથી બચવું. ખોટા ખાતામાં પૈસા જાય તો તાત્કાલિક બેંક અને UPI એપમાં ફરિયાદ નોંધાવવી.

Summarized by AI; it may make mistakes. Check important info

પૈસાની લેવડ-દેવડ સુરક્ષિત કરવી હોય તો RBI ના ગોલ્ડન રુલ્સ ફોલો કરો...

Follow RBI Rules For Safe UPI Payments: ચાની નાની દુકાનથી લઈને મોટા શોપિંગ મોલ સુધી આજે UPI, નેટ બેંકિંગ અને ડિજિટલ વોલેટ્સ રોજિંદા જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયા છે. ઝડપી ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની સુવિધા સાથે સાયબર ફ્રોડ અને ભૂલથી ખોટા ખાતામાં પૈસા જવાનું જોખમ પણ વધ્યું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ગ્રાહકોની સુરક્ષા માટે 'જાણકાર બનો, સતર્ક રહો - સચેત રહો, સુરક્ષિત રહો!' નો સંદેશ આપીને ડિજિટલ પેમેન્ટ સંબંધિત મહત્ત્વપૂર્ણ ગાઇડલાઇન્સ અને નિયમો જારી કર્યા છે.

સુરક્ષિત વ્યવહાર માટે 2 મહત્ત્વપૂર્ણ ગોલ્ડન રૂલ્સ

નામ વેરિફાય કરો: પેમેન્ટ કરતાં પહેલાં જે વ્યક્તિ કે વેપારીને નાણાં મોકલી રહ્યા છો, સ્ક્રીન પર દેખાતું લાભાર્થીનું સાચું નામ અવશ્ય ચકાસો.

ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરો: જરૂરિયાત મુજબ તમારા ખાતા અને UPI ટ્રાન્ઝેક્શનની ડેઇલી લિમિટ (દા.ત. ₹50,000) સેટ કરીને રાખો.

મૂળ મંત્ર: 'વિચારો – તપાસો – પછી પેમેન્ટ કરો'.

ડિજિટલ છેતરપિંડીની સામાન્ય પદ્ધતિઓ

  • નકલી એપ્સ અને લિંક્સ: અજાણી લિંક્સ મોકલીને કે ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ફ્રોડ કરવામાં આવે છે.
  • ફેક કોલ: બેંક અધિકારી બનીને ફોન કોલ દ્વારા બેંકિંગ વિગતો ચોરવાનો પ્રયાસ થાય છે. (યાદ રાખો: RBI કે કોઈપણ અધિકૃત બેંક ક્યારેય તમારી અંગત વિગતો પૂછતી નથી).
  • વિવાદ/ફરિયાદ છેતરપિંડી: NPCI પોર્ટલ કે બેંકમાં ફરિયાદ નોંધાવવાના નામે નકલી સહાય પૂરી પાડીને થતી છેતરપિંડી.
  • સાવચેતી: કોઈપણ અજાણી વ્યક્તિ સાથે ક્યારેય પોતાનો OTP, UPI PIN કે CVV શેર ન કરો.

ડિજિટલ પેમેન્ટ સુરક્ષાના નિયમો

  • એક મજબૂત અને ગુપ્ત UPI PINનો ઉપયોગ કરવો.
  • કોઈપણ અજાણી, શંકાસ્પદ કે લોભામણી લિંક પર ક્યારેય ક્લિક ન કરવું.
  • મોબાઇલ ડિવાઇસ અને તમામ પેમેન્ટ એપ્સને હંમેશાં લેટેસ્ટ વર્ઝન સાથે અપડેટ રાખવા.
  • પેમેન્ટ કરતાં પહેલાં આવતા SMS અને મોકલનારની વિગતો બરાબર ચકાસવી.
  • કોઈપણ અનધિકૃત વ્યવહાર કે છેતરપિંડી જણાય તો તાત્કાલિક સાયબર સેલ અને બેંકમાં રિપોર્ટ કરવો.

જો ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું?

  • Google Pay, PhonePe, Paytm કે BHIM જેવી સંબંધિત UPI એપના 'Help' સેક્શનમાં જઈને તુરંત ફરિયાદ નોંધાવો.
  • પોતાની બેંક શાખા કે કસ્ટમર કેરનો સંપર્ક કરીને ટ્રાન્ઝેક્શન આઈડી અને પેમેન્ટ મેસેજનો સ્ક્રીનશોટ શેર કરો.
  • નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના ઓફિશિયલ પોર્ટલ પર Dispute Redressal Mechanism હેઠળ ઓનલાઇન ફરિયાદ દાખલ કરો.
  • હંમેશાં યાદ રાખો કે ખાતામાં પૈસા મેળવવા માટે ક્યારેય UPI PIN નાખવાની જરૂર પડતી નથી.