આધાર કાર્ડમાં નામ, સરનામું અને જન્મ તારીખ કેટલી વાર બદલી શકાય? જાણો UIDAIના મહત્ત્વના નિયમો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aadhaar Card Update Limit : વર્તમાન સમયમાં આધાર કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ સરકારી યોજનાઓ, બેંકિંગ, નોકરી તેમજ શાળાઓમાં પ્રવેશ માટે અત્યંત જરૂરી દસ્તાવેજ બની ગયું છે. જો આધાર કાર્ડમાં દર્શાવેલી માહિતીમાં કોઈ ભૂલ રહી જાય તો તેના લીધે મહત્ત્વના કામ અટકી શકે છે. જોકે, ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) દ્વારા આધાર કાર્ડમાં જરૂરી સુધારા કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે, પરંતુ તેમાં કેટલીક ચોક્કસ મર્યાદાઓ (Limit) નક્કી કરવામાં આવી છે.
આધારમાં કેટલી વાર ફેરફાર કરી શકાય?
નામ (Name): જો આધાર કાર્ડમાં નામમાં કોઈ ભૂલ હોય, તો જીવનમાં માત્ર 2 વાર જ સુધારો કરાવી શકાય છે. જો વિશેષ પરિસ્થિતિમાં વધુ વખત ફેરફાર કરવો હોય, તો યોગ્ય વૈધ કારણો અને આધારભૂત દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે.
સરનામું (Address): સરનામું બદલવા માટે કોઈ મર્યાદા નથી. તમારી પાસે યોગ્ય સરનામાનું પ્રમાણપત્ર (Valid Document) હોય તો તમે ગમે તેટલી વાર એડ્રેસ અપડેટ કરાવી શકો છો.
મોબાઇલ નંબર (Mobile Number): આધારમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલવા માટે પણ કોઈ મર્યાદા નક્કી નથી.
જન્મતારીખ અને લિંગ (DoB & Gender): જન્મતારીખ અને લિંગ (Gender) માં સુધારો કરવા માટે જીવનમાં માત્ર 1 જ વાર તક મળે છે.
ઓનલાઇન બદલાવ અને આધાર સેવા કેન્દ્રની જરૂરિયાત
જો તમારે સરનામું બદલવું હોય તો તે ઘરબેઠા myAadhaar પોર્ટલ દ્વારા રજિસ્ટર્ડ નંબર પર આવતા OTP અને યોગ્ય દસ્તાવેજ અપલોડ કરીને ઓનલાઇન કરી શકાય છે. જોકે, જે સુધારામાં બાયોમેટ્રિક વેરિફિકેશન કે અન્ય ચોકસાઈની જરૂર હોય, જેમ કે નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી, જન્મતારીખ કે લિંગ બદલવું હોય, તો તેના માટે આધાર સેવા કેન્દ્ર પર જવું ફરજિયાત છે. આધાર કેન્દ્ર પર લાંબી લાઈનોથી બચવા માટે તમે અગાઉથી જ પોર્ટલ પરથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ (Online Appointment) બુક કરી શકો છો.









