Utility

HDFC બૅંકે લોન ધારકોને આપી મોટી રાહત: MCLR દરો ઘટ્યા, જાણો તમારી EMI સસ્તી થશે કે નહીં

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
HDFC બૅંકે ગ્રાહકોને રાહત આપતા MCLR દરોમાં 10 બેસિસ પોઇન્ટ્સ સુધીનો ઘટાડો કર્યો છે. આ સુધારેલા દરો 7 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવ્યા છે. બૅંકના MCLR દર હવે 7.90%થી 8.60%ની વચ્ચે છે. આ ઘટાડો ઓવરનાઇટ 1, 3, 6 મહિના, 1, 2 અને 3 વર્ષની લોન પર લાગુ પડશે. જોકે, EMIમાં ઘટાડો લોન કયા બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે તેના પર નિર્ભર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

HDFC બૅંકે લોન ધારકોને આપી મોટી રાહત: MCLR દરો ઘટ્યા, જાણો તમારી EMI સસ્તી થશે કે નહીં

HDFC Bank MCLR Cut September 2026 : એચડીએફસી બૅંક (HDFC Bank) દ્વારા ગ્રાહકોને રાહત આપતા પોતાના માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ(MCLR)માં 10 બેસિસ પોઇન્ટ્સ(bps) સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સંશોધિત દર 7 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવ્યા છે. આ ઘટાડા બાદ બૅંકના MCLR દર હવે લોનની મુદત મુજબ 7.90 ટકાથી 8.60 ટકાની વચ્ચે છે, જે અગાઉ 8 ટકાથી 8.65 ટકા સુધી હતા.

બૅંકે વિવિધ સમયગાળા માટે લોનના દરોમાં ફેરફાર કર્યા છે:

  • ઓવરનાઇટ અને 1 મહિનો: દરો 10 bps ઘટીને 8.00 ટકાથી સીધા 7.90 ટકા થયા છે.
  • 3 મહિના: MCLR 10 bps ઘટીને 8.05 ટકા થયો છે (અગાઉ 8.15 ટકા હતો).
  • 6 મહિનો: દરો 5 bps ઘટીને 8.25 ટકા થયા છે.
  • 1 વર્ષ: લોનનો દર 5 bps ઘટીને 8.35 ટકા થયો છે (અગાઉ 8.40 ટકા હતો).
  • 2 વર્ષ અને 3 વર્ષ: 2 વર્ષનો MCLR 10 bps ઘટીને 8.45 ટકા અને 3 વર્ષનો MCLR 5 bps ઘટીને 8.60 ટકા થયો છે.

શું તમારા હોમ લોનના EMIમાં ફેરફાર થશે?

MCLRમાં ઘટાડો થવાનો અર્થ એ નથી કે તમારી હોમ લોનનો EMI તરત જ ઘટી જશે. આ અસર તે વાત પર નિર્ભર કરે છે કે તમારી લોન કયા બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે અને તેની વ્યાજદર રિસેટ કરવાની તારીખ ક્યારે છે. MCLR-લિંક્ડ લોન ધરાવતા ગ્રાહકોને રિસેટ તારીખ પછી વ્યાજદરમાં ફેરફાર જોવા મળી શકે છે. જો કે, નવા ફ્લોટિંગ-રેટ હોમ લોન સામાન્ય રીતે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલા હોય છે, જેથી તેના પર સીધી અસર થતી નથી.

એફડી(FD)ના દરો અંગે અગાઉનો ફેરફાર

લોન સસ્તી કરવાની સાથે બૅંકે અગાઉ 19 ઑગસ્ટના રોજ ફિક્સ્ડ ડિપોઝિટ(FD)ના દરોમાં પણ ફેરફાર કર્યા હતા. આ રિવિઝન પછી બૅંક દ્વારા સિનિયર સિટીઝનોને 3 વર્ષ 1 દિવસથી 4 વર્ષ 7 મહિના સુધીની મુદતની થાપણો પર 7.10 ટકા સુધીનું સર્વોચ્ચ વ્યાજ આપવામાં આવી રહ્યું છે.