ગેસ સિલિન્ડરથી લઈને કાર ખરીદવા સુધી, 1 સપ્ટેમ્બરથી બદલાશે આ 5 નિયમો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rule Changes From 1st September 2026 : સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખથી જ દેશમાં 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જે સામાન્ય નાગરિકોના રસોડાથી લઈને કારના પ્રવાસ સુધી અસર કરશે. 1 સપ્ટેમ્બર 2026 ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી (LPG) સિલિન્ડર અને એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની નવી સંશોધિત કિંમતો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી અને નિયમિત પુરવઠો મેળવવા માટે 31 ઓગસ્ટ સુધીમાં LPG e-KYC કરાવવું અનિવાર્ય છે. IOCL, BPCL અને HPCL એ અગાઉ આ સમયમર્યાદા 23 ઓગસ્ટથી વધારીને 31 ઓગસ્ટ કરી હતી. જો સમયસર ઈ-કેવાયસી નહીં થાય તો 1 સપ્ટેમ્બરથી ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
ટાટા અને હ્યુન્ડાઈની કાર ખરીદવી થશે મોંઘી
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કાર પ્રેમીઓ માટે આંચકાજનક સાબિત થશે. 1 સપ્ટેમ્બરથી દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પોતાની કારોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ પોતાના તમામ વેરિઅન્ટ્સ અને એસયુવી (SUV) ની કિંમતોમાં રૂ. 25,000 સુધીનો વધારો કરવા જઈ રહી છે. જ્યારે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા પણ આ વર્ષે ત્રીજી વખત પોતાની કારોના દામમાં વધારો અમલી બનાવશે.
મુંબઈમાં તબેલાનું દૂધ રૂ. 102 પ્રતિ લિટર થશે
1 સપ્ટેમ્બર 2026 થી મુંબઈકરો પર મોંઘવારીનો વધુ એક માર પડશે. મુંબઈમાં પેકેટવાળા દૂધના બદલે તબેલાના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 9 નો જંગી વધારો ઝીંકાયો છે. આ ભાવવધારા બાદ રૂ. 93 પ્રતિ લિટરે મળતું તબેલાનું દૂધ હવે રૂ. 102 પ્રતિ લિટરે મળશે. દૂધના વેપારીઓના જણાવ્યા મુજબ, પશુઓની ખરીદી ખર્ચ અને પશુ આહાર તથા ચારાના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે.
એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયા થશે સરળ
વિદેશ પ્રવાસ કરનારા હવાઈ મુસાફરો માટે 1 સપ્ટેમ્બરથી એક રાહતરૂપ નિયમ અમલમાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતથી વિદેશ જતાં મુસાફરોએ હવે ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની જરૂર રહેશે નહીં. મુસાફરો પોતાના મોબાઇલ ફોનમાં ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવીને ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે, જેનાથી એરપોર્ટ પર મુસાફરોનો કિંમતી સમય બચશે.




