PF ધારકો માટે દિવાળી ભેટ | કચેરીના ધક્કા અને UMANG એપની ઝંઝટ ખતમ, WhatsApp પર મળશે પૂરો હિસાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPFO WhatsApp Services & Auto Settlement 2026: Check Balance and Inactive Accounts | જો તમે નોકરી કરો છો અને દર મહિને તમારા પગારમાંથી પીએફ કપાય છે, અથવા તો કોઈ જૂની કંપની છોડ્યા પછી તમારા પીએફના નાણાં ત્યાં જ ફસાયેલા પડ્યા છે, તો તમારા માટે કેન્દ્ર સરકારે ખુશખબર આપી છે. 1 નવેમ્બર 2026ના રોજ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન પોતાનો 74મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ અવસરે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દેશના કરોડો પગારદાર કર્મચારીઓ માટે 2 સુવિધાજનક ડિજિટલ સેવાઓની સત્તાવાર શરૂઆત કરી છે.
હવે WhatsApp પર મળશે EPFOની તમામ મુખ્ય સેવાઓ
- રોજબરોજ વપરાતા WhatsApp પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જશે. યુઝર્સે માત્ર EPFO દ્વારા જાહેર કરાનારા સત્તાવાર નંબર પર ‘Hi’ મેસેજ મોકલવાનો રહેશે.
- PF બેલેન્સ ચેક: માત્ર એક ક્લિકમાં તમારા ખાતાનું તાજું બેલેન્સ જાણી શકાશે.
- પાસબુક ડાઉનલોડ: પીએફ એકાઉન્ટની પાસબુક સીધી વોટ્સએપ ચેટમાં પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાશે.
- e-KYC સ્ટેટસ: તમારો UAN (Universal Account Number) એક્ટિવેટ છે કે નહીં અને કેવાયસી પૂર્ણ છે કે નહીં તેની સ્થિતિ જાણી શકાશે.
- ક્લેમ સ્ટેટસ ટ્રેકિંગ: જો તમે પીએફ ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે ક્લેમ કર્યો હોય, તો તેનું રિયલ ટાઈમ સ્ટેટસ તરત જોઈ શકાશે.
આ સુવિધાનો લાભ મેળવવા માટે કર્મચારીનો જે મોબાઈલ નંબર વોટ્સએપમાં ચાલુ હોય, તે જ નંબર UAN સાથે લિંક હોવો અનિવાર્ય છે. EPFO ટૂંક સમયમાં તેનો અધિકૃત WhatsApp હેલ્પલાઇન નંબર જાહેર કરશે.
1,000 રૂપિયા સુધીના બંધ પડેલા PF ખાતાઓનું ઓટો-સેટલમેન્ટ
નોકરી બદલતી વખતે કે જૂની કંપની છોડ્યા બાદ ઘણા કર્મચારીઓના ખાતામાં 500 કે 1,000 રૂપિયા જેવી નાની રકમ પડી રહે છે. નાની રકમ હોવાના કારણે મોટાભાગના લોકો ક્લેમ કરવાનું ટાળે છે, જેના લીધે આ ખાતાઓ વર્ષો સુધી નિષ્ક્રિય હાલતમાં પડ્યા રહે છે. 1,000 રૂપિયા સુધીની સિલક ધરાવતા તમામ પાત્ર નિષ્ક્રિય ખાતાઓનું EPFO ઓટોમેટિક સેટલમેન્ટ કરી દેશે. આ રકમ કર્મચારીના લિંક થયેલા બૅન્ક એકાઉન્ટમાં સીધી જમા થઈ જશે અથવા તેમના હાલના સક્રિય પીએફ ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આના માટે ખાતાધારકે કોઈ અરજી કરવાની કે કચેરીએ જવાની બિલકુલ જરૂર રહેશે નહીં.




