Astro

આજે ગુરુનું સૌથી મોટું ગોચર, 3 રાશિઓના જાતકો પર પૈસાનો થશે વરસાદ!

By GS Team
31 Oct 20263 mins read
TukuTouch Logo
દેવગુરુ બૃહસ્પતિ 31 ઓક્ટોબર 2026ના રોજ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર મેષ, કર્ક અને ધનુ રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી રહેશે. તેમને નોકરી, વેપાર અને આર્થિક બાબતોમાં નવી તકો મળી શકે છે. જાન્યુઆરી 2027 સુધી ગુરુની વક્રી ગતિ પણ મહત્ત્વપૂર્ણ રહેશે, જે જૂનાં કાર્યો પર ફરી વિચારણાના સંકેત આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે ગુરુનું સૌથી મોટું ગોચર, 3 રાશિઓના જાતકો પર પૈસાનો થશે વરસાદ!

Guru Gochar 2026 Astrology : જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, ધન, શિક્ષણ, ભાગ્ય અને સમૃદ્ધિના કારક માનવામાં આવે છે. 31 ઓક્ટોબર 2026ના રોજ ગુરુ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુના આ રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળી શકે છે. જોકે, મેષ, કર્ક અને ધનુ રાશિના જાતકો માટે આ ગોચર ખાસ ફળદાયી રહેવાની જ્યોતિષીય ગણતરી છે. આ ત્રણ રાશિના જાતકોને નોકરી, વેપાર, કારકિર્દી અને આર્થિક બાબતોમાં નવી તકો મળી શકે છે. જાન્યુઆરી 2027 સુધી ગુરુની ચાલમાં થનારા ફેરફારો પણ મહત્ત્વપૂર્ણ રહેશે.

31 ઓક્ટોબરે સિંહ રાશિમાં પ્રવેશ કરશે ગુરુ

જ્યોતિષીય ગણતરી પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિ 31 ઓક્ટોબર 2026ના રોજ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 13 ડિસેમ્બર 2026ના રોજ ગુરુ સિંહ રાશિમાં જ વક્રી થશે. 25 જાન્યુઆરી 2027ના રોજ વક્રી અવસ્થામાં ફરી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આમ, સિંહ રાશિમાં ગુરુનો પ્રથમ તબક્કો લગભગ ત્રણ મહિના સુધી રહેશે. વૈદિક જ્યોતિષમાં ગુરુને શુભ ગ્રહ માનવામાં આવે છે. તેમનો સંબંધ ઉચ્ચ શિક્ષણ, લગ્ન, સંતાન, ધાર્મિક કાર્યો, ધન અને જ્ઞાન સાથે જોડવામાં આવે છે.

મેષ રાશિ: કારકિર્દીમાં પ્રગતિની મળી શકે છે તક

મેષ રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર કારકિર્દી અને આર્થિક બાબતોમાં સકારાત્મક પરિણામ આપી શકે છે. નોકરી કરતા લોકોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળવાની અને લાંબા સમયથી અટકેલાં કામ આગળ વધવાની શક્યતા છે. આર્થિક બાબતોમાં પણ નવા અવસર મળી શકે છે.

કર્ક રાશિ: આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેત

કર્ક રાશિના જાતકો માટે આ સમય આર્થિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બની શકે છે. નોકરી અને વેપારમાં કરેલા પ્રયાસોનું સારું પરિણામ મળવાની શક્યતા છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવામાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને તેમાંથી બહાર આવવાના નવા રસ્તા મળી શકે છે.

ધનુ રાશિ: ભાગ્યનો મળી શકે છે સાથ

ધનુ રાશિના જાતકો માટે ગુરુનું ગોચર શિક્ષણ, કારકિર્દી અને ભાગ્યની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ રહી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને નવી તકો મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ મહેનત ચાલુ રાખવાનો સમય છે. યોગ્ય પ્રયાસોથી સફળતાની સંભાવના વધી શકે છે.

જાન્યુઆરી 2027 સુધી કેમ મહત્ત્વપૂર્ણ રહેશે ગુરુનું ગોચર?

ગુરુના આ ગોચરની ખાસિયત એ છે કે સિંહ રાશિમાં પ્રવેશના થોડા જ અઠવાડિયા બાદ તેઓ વક્રી થશે. જ્યોતિષશાસ્ત્રમાં વક્રી અવસ્થાને ગ્રહની ગતિમાં થતો વિશેષ ફેરફાર માનવામાં આવે છે. આ સમયગાળામાં જૂનાં કામોની સમીક્ષા, અધૂરી યોજનાઓ પર ફરી ધ્યાન આપવા અને અગાઉ લીધેલા નિર્ણયો પર પુનર્વિચાર કરવાના સંકેતો માનવામાં આવે છે. 13 ડિસેમ્બર 2026ના રોજ વક્રી થયા બાદ ગુરુ 25 જાન્યુઆરી 2027ના રોજ ફરી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આથી 31 ઓક્ટોબરથી 25 જાન્યુઆરી સુધીનો સમય જ્યોતિષીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ રહેશે. જોકે, દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ ગોચરની અસર તેની ચંદ્ર રાશિ અને જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.