Utility

આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક નથી? અટકી શકે છે આ જરૂરી સરકારી અને બૅન્કિંગ કામો

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક કરવો અત્યંત જરૂરી છે. UIDAI અનુસાર, રજિસ્ટર્ડ નંબર વગર OTP આધારિત ઓથેન્ટિફિકેશન શક્ય નથી. myAadhaar પોર્ટલ જેવી ઓનલાઇન સેવાઓ, સરકારી અને બૅન્કિંગ કામોમાં મુશ્કેલી પડી શકે છે. નંબર અપડેટ કરવા આધાર એનરોલમેન્ટ સેન્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક નથી? અટકી શકે છે આ જરૂરી સરકારી અને બૅન્કિંગ કામો

Aadhaar Card Mobile Number Link Importance: આધાર કાર્ડ સરકારી કચેરી અને ખાનગી સેવાઓ માટે જરૂરી ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેવામાં આધાર કાર્ડમાં યોગ્ય મોબાઇલ નંબર નોંધાવવો આવશ્યક છે. જો કે, આધાર કાર્ડ કઢાવતી વખતે મોબાઇલ નંબર આપવો અનિવાર્ય નથી. પરંતુ UIDAI અનુસાર, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવાથી ઓટીપી આધારિત ઓથેન્ટિફિકેશન અને કઈ ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરી શકાય છે. આમ, આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક ન હોવાથી જરૂરી સરકારી અને બેન્કિંગ કામો અટકી શકે છે.

ઓનલાઇન આધાર સેવાઓનો ઉપયોગ કરવામાં પડી શકે છે મુશ્કેલી

જો તમારા આધાર સાથે કોઈ મોબાઇલ નંબર નોંધાયેલો ન હોય, તો ઘણી ઓનલાઇન સેવાઓનો ઉપયોગ નહીં થઈ શકે. ઉદાહરણ તરીકે, myAadhaar પોર્ટલ દ્વારા તમારું સરનામું ઓનલાઇન અપડેટ કરવા જેવી સુવિધાઓ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા OTP દ્વારા ઓથેન્ટિફિકેશનની જરૂર પડે છે.

ઓટીપી આધારિત વેરિફિકેશન અટકવાની શક્યતા

ઓટીપી આધારિત વેરિફિકેશનનો ઉપયોગ આધાર-સંબંધિત ઘણી સેવાઓ માટે થાય છે. આમ જો આધાર કાર્ડમાં મોબાઇલ નંબર નોંધાયેલો ન હોય તો ઓટીપી ફોન પર આવશે નહીં. આનો અર્થ એ નથી કે આધાર કાર્ડ નકામું થઈ જશે. પરંતુ આધાર-આધારિત ઓટીપી ઓથેન્ટિફિકેશનની જરૂર હોય તેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આધાર એનરોલમેન્ટ સેન્ટરનો પણ ઉપયોગ થઈ શકે

UIDAI અનુસાર, આધારમાં મોબાઇલ નંબર અપડેટ્સ કરવા માટે આધાર એનરોલમેન્ટ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. વર્તમાનમાં આધાર એપના માધ્યમથી પણ મોબાઇલ નંબર અપડેટ્સની સુવિધા છે, પરંતુ તેના માટે અગાઉ જૂનો નંબર પહેલાથી આધારમાં નોંધાયેલો હોવો આવશ્યક છે.

શું જરૂરી સરકારી અને બૅન્કિંગ કામો અટકી શકે?

એવુ કહેવું યોગ્ય નથી કે આધારમાં મોબાઇલ નંબર રજિસ્ટર્ડ ન હોય તો બૅન્કિંગ, ઈન્સ્યોરન્સ, પેન્શન સહિતની સરકારી સેવા બંધ થઈ જશે. આ સેવાઓનો અલગ-અલગ નિયમ હોય શકે છે. પરંતુ UIDAI અનુસાર, આધારનો ઉપયોગ બૅન્કિંગ, ઇન્સ્યોરન્સ, ટેક્સેશન, પેન્શન, સ્કોલરશીપ અને અન્ય કેટલીક સેવાઓમાં તેનો ઉપયોગ થાય છે. એટલાં માટે યોગ્ય અને અપડેટ્સ જાણકારી રાખવી મહત્ત્વપૂર્ણ છે.