15X5X5ની ફોર્મ્યૂલા તમને બનાવશે કરોડપતિ, '0' રિસ્કવાળી પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Post Office PPF Scheme: પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરીને મોટું ફંડ એકઠું કરી શકાય છે. આ યોજનાઓમાં ઝીરો રિસ્ક હોય છે, કારણ કે તમામ રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખુદ ભારત સરકાર આપે છે. પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF Scheme) એક એવી જ સરકારી સ્કીમ છે, જે રોકાણકારોને કરોડોનું ફંડ બનાવવા માટે ઉત્તમ તક પૂરી પાડે છે.
આકર્ષક વ્યાજ અને 'EEE' ટેક્સ ફ્રી કેટેગરીનો લાભ
PPF સ્કીમ હેઠળ સરકાર દ્વારા વાર્ષિક 7.1 ટકા જેટલું આકર્ષક વ્યાજ આપવામાં આવે છે. આ સાથે રોકાણકાર ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ વાર્ષિક ₹1.5 લાખ સુધીના કર મુક્તિનો દાવો કરી શકે છે. આ યોજના EEE (છૂટ-છૂટ-છૂટ) કેટેગરીમાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે યોજનામાં કરવામાં આવતું રોકાણ, મળતું વ્યાજ અને મેચ્યોરિટીની સંપૂર્ણ રકમ ટેક્સ ફ્રી હોય છે.
ન્યૂનતમ ₹500થી રોકાણની શરૂઆત
આ સ્કીમમાં રોકાણ કરવા માટે કોઈ મોટી રકમની જરૂર પડતી નથી. કોઈપણ વ્યક્તિ વાર્ષિક માત્ર ₹500થી રોકાણ શરૂ કરી શકે છે, જ્યારે એક નાણાકીય વર્ષમાં મહત્તમ ₹1.50 લાખ સુધીનું રોકાણ કરવાની છૂટ છે. સામાન્ય રીતે PPF સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે, પરંતુ તેને 5-5 વર્ષના સમયગાળા માટે આગળ લંબાવી શકાય છે.
શું છે આ કરોડપતિ બનાવતી 15X5X5 ફોર્મ્યુલા?
PPFની 15X5X5 ફોર્મ્યુલા મુખ્યત્વે પોલિસીના મેચ્યોરિટી પીરિયડ સાથે જોડાયેલી છે. આ ફોર્મ્યુલા મુજબ, રોકાણકારે વાર્ષિક મહત્તમ ₹1.5 લાખનું રોકાણ સતત 15 વર્ષના મૂળ મેચ્યોરિટી પીરિયડ સુધી કરવાનું રહે છે. ત્યારબાદ 15 વર્ષ પૂરા થયા પછી આ યોજનાને 5-5 વર્ષના બે એક્સ્ટેન્શન આપીને કુલ 25 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખવાનું રહે છે.
₹1 કરોડથી વધુ ફંડ મેળવવાનું સંપૂર્ણ ગણિત
જો તમે દર વર્ષે ₹1.5 લાખનું રોકાણ સતત 15 વર્ષ સુધી કરો છો, તો તમારી કુલ જમા રકમ ₹22.50 લાખ થાય છે, જે વ્યાજ સાથે વધીને ₹40,68,209 થઈ જાય છે.
જો તમે આ રોકાણ અટકાવ્યા વગર બે વાર (5-5 વર્ષ માટે) લંબાવીને કુલ 25 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમારી કુલ જમા રકમ ₹27.50 લાખ થશે. 7.1% વ્યાજના દરે 25 વર્ષ બાદ તમારું કુલ ફંડ વધીને ₹1,03,08,015 થઈ જશે, જેનાથી તમે સરળતાથી કરોડપતિ બની શકો છો.









