Utility

હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક, ઘણી બૅન્કોએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
બૅન્ક ઑફ ઇન્ડિયા સહિતની બૅન્કોએ ગ્રાહકોને 'આલ્ફા-ન્યૂમેરિક કોડ' વાળી નવી ચેકબુક આપવાનું શરૂ કર્યું છે. 31 ડિસેમ્બર, 2026 પછી રૂ. 50,000 કે તેથી વધુ રકમના જૂના ચેક સ્વીકારાશે નહીં. RBI દ્વારા ચેક ક્લિયરિંગ ઝડપી બનાવવા અને છેતરપિંડી રોકવા આ નિર્ણય લેવાયો છે. ગ્રાહકોને SMS/ઇમેઇલ દ્વારા નવી ચેકબુક માટે અરજી કરવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક, ઘણી બૅન્કોએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર

Alphanumeric Code Cheque: જો તમે પણ બૅંકિંગ વ્યવહારો કે પેમેન્ટ કરવા માટે ચેક બુકનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બૅંક ઑફ ઇન્ડિયા(BOI) સહિત દેશની ઘણી જાહેર અને ખાનગી ક્ષેત્રની બૅંકોએ પોતાના ગ્રાહકો માટે 'આલ્ફા-ન્યૂમેરિક કોડ' (Alphanumeric Code) ધરાવતી નવી ચેક બુક આપવાની શરૂઆત કરી દીધી છે. બૅંકો દ્વારા ગ્રાહકોને ઈમેઇલ અને એસએમએસ મોકલીને નવી ચેક બુક માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ મોટું પેમેન્ટ અટકે નહીં.

શા માટે બદલવામાં આવ્યા ચેકના નિયમો?

નવી માર્ગદર્શિકા અનુસાર, 31 ડિસેમ્બર, 2026 પછી રૂ. 50,000 કે તેથી વધુ રકમના એવા ચેક સ્વીકારવામાં આવશે નહીં, જેના પર આલ્ફા-ન્યૂમેરિક કોડ અંકિત ન હોય. આ કોડમાં અક્ષરો અને અંકોનું ખાસ મિશ્રણ હોય છે, જેનાથી ચેકની ચકાસણી અને વેરીફિકેશન પહેલા કરતાં વધુ સુરક્ષિત બનશે. ચેકમાં થતી ગેરરીતિઓ કે બનાવટી ચેક દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI) દ્વારા ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ(CTS) મારફતે ચેક ક્લિયરિંગની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

નવી ચેક બુકનો ચાર્જ અને બૅંકના નિયમો

જુદી જુદી બૅંકોમાં ખાતાના પ્રકાર અનુસાર નવી ચેક બુકનો ચાર્જ અલગ-અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, બૅંક ઑફ ઇન્ડિયા (BOI) પોતાના બચત ખાતાધારકોને એક વર્ષમાં 25 પેજની એક ચેક બુક મફત આપે છે, ત્યારબાદ વધારાના દરેક પેજ માટે રૂ. 5નો ચાર્જ લેવામાં આવે છે. અન્ય સરકારી અને પ્રાઇવેટ બૅંકોમાં પણ તેમના નિયમો અનુસાર ચોક્કસ ચાર્જ લાગુ થઈ શકે છે.