Tapi

તાપીના વાલોડમાં કરુણાંતિકા, સુગર મિલની ગરમ પાણીની ટાંકી તૂટતાં 2 શ્રમિકોનું દટાઈ જતાં મોત

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
તાપીના વાલોડમાં આવેલી કોપર સુગર મિલમાં ગરમ પાણીની ટાંકી અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 2 શ્નમિકના કરૂણ મોત નિપજ્યા છે, જેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દાદરિયા અને કલકવા ગામના મૃતકોના પરિવારોમાં શોકની લાગણી છવાઈ છે. આ ઘટના બાદ શ્નમિકોની સુરક્ષા અને બેદરકારી મુદ્દે તપાસની માગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાપીના વાલોડમાં કરુણાંતિકા, સુગર મિલની ગરમ પાણીની ટાંકી તૂટતાં 2 શ્રમિકોનું દટાઈ જતાં મોત
AI IMAGE

Tapi News : તાપીના વાલોડમાં આવેલી સુગર મિલમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 2 કામદારના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે મિલ પરિસરમાં અફરા-તફરી મચી હતી. કાટમાળ નીચે શ્રમિકો ફસાયાની આશંકાએ શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન 2 શ્રમિકના મૃતદેહ મળી આવ્યા હતા.

સુગર મિલમાં ગરમ પાણીની ટાંકી ધરાશાયી

મળતી માહિતી પ્રમાણે, વાલોડના દાદરિયા ગામ સ્થિત કોપર સુગર મિલમાં આ ગરમ પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. ટાંકી તૂટી પડી તે સમયે ત્યાં કામ કરતા કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકાને પણ મિલમાં દોડધામ મચી હતી. જેને પગલે કાટમાળમાં કોઈ શ્રમિક ફસાયો છે કે નહીં તેની તાત્કાલિક ધોરણે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

કાટમાળ નીચેથી 2 શ્રમિકોના મળ્યા મૃતદેહ

લાંબી શોધખોળ બાદ આખરે કાટમાળ નીચેથી 2 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ દાદરિયા અને કલકવા ગામના રહિશ તરીકે થઈ છે. ઘરના મોભીના મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે. દુર્ઘટના બાદ બન્ને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ તેમના પરિજનોને સોંપાયા હતા. આ ઘટનાને પગલે બન્ને ગામમાં શોકની લાગણી પ્રવર્તી છે.

મૃતકના પરિજનોની યોગ્ય તપાસની માગ

આ દુર્ઘટનામાં 2 શ્રમિકોના મોત બાદ ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ફરી ગરમાયો છે. મૃતકોના પરિજનો દ્વારા ટાંકી ધરાશાયી થવાનું ચોક્કસ કારણ અને બેદરકારી મામલે યોગ્ય તપાસની માગ કરાઈ છે.