'2008 કરતાં પણ ભયાનક મંદી તરફ દુનિયા આગળ ધપી રહી છે...', દિગ્ગજની ભવિષ્યવાણી, સોનુ-ચાંદી અને બિટકોઇનને લઈને જુઓ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Robert Kiyosaki Warns Biggest Crash: 'રિચ ડેડ પુઅર ડેડ' પુસ્તકના લેખક રોબર્ટ ક્યોસાકીએ ફરી એકવાર વૈશ્વિક આર્થિક સંકટને લઈને પોતાની ચેતવણી દોહરાવી છે અને કહ્યું છે કે જે ક્રેશ સામે છે, તે 2008 કરતાં પણ ઘણો મોટો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી નવી પોસ્ટમાં તેમણે દાવો કર્યો છે કે, 'વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો ક્રેશ આવવાની તૈયારીમાં છે, જે કદાચ વૈશ્વિક મંદી (Global Depression) પણ બની શકે છે.' આ સાથે જ તેમણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે પણ તેમની ખરીદી ચાલુ રાખવાનું કારણ જણાવ્યું છે.
સોના-ચાંદીના ક્રેશ વચ્ચે ખરીદી કેમ? ETF નહીં પણ અસલી એસેટ્સ પર ભાર
પોતાની વાયરલ પોસ્ટમાં રોબર્ટ ક્યોસાકીએ જણાવ્યું છે કે, 'હું ETFના બદલે અસલી સોનું, ચાંદી, બિટકોઈન અને ઇથેરિયમ ખરીદી રહ્યો છું. સમસ્યાની શરૂઆત ફેડ(Fed)થી થાય છે અને બ્લેકરોક (Blackrock) જેવી દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બૅંકો આપણા જ પૈસાના માધ્યમથી આપણી સંપત્તિ છીનવી રહી છે.'
ક્યોસાકીના મતે, 'આપણી સરકારો કોઈ મદદ કરી રહી નથી. અમેરિકન ટ્રેઝરીના નેતાઓ અને નબળા અમલદારો માત્ર પોતાની નોકરી બચાવવામાં વ્યસ્ત છે. તેઓ ફક્ત પોતાને બચાવી રહ્યા છે—તમને, તમારા પરિવારને, તમારી નોકરીને કે તમારા રિટાયરમેન્ટને નહીં. ડૂબતી અમેરિકન અર્થવ્યવસ્થાને બચાવવાની તો વાત જ છોડો. આ જ કારણ છે કે હું વધુને વધુ સોનું, ચાંદી, બિટકોઇન, ઇથેરિયમ, રિયલ એસ્ટેટ પ્રોપર્ટી અને ઓઇલ ખરીદી રહ્યો છું.'
2008 કરતાં મોટો ક્રેશ: ટ્રિલિયન અને ક્વાડ્રિલિયન ડૉલરનું ગણિત
ગ્લોબલ ક્રેશની ચેતવણી આપતાં ક્યોસાકીએ સમજાવ્યું કે 'ટ્રિલિયન ડૉલર' એટલે 1ની પાછળ 12 શૂન્ય ($1,000,000,000,000) અને અમેરિકા દર 90 દિવસે 1 ટ્રિલિયન ડૉલર છાપી રહ્યું છે. બીજી તરફ, 'ક્વાડ્રિલિયન' એટલે 1ની પાછળ 15 શૂન્ય અને ડેરિવેટિવ્સ માર્કેટને ક્વાડ્રિલિયનમાં માપવામાં આવે છે. 2008માં જ્યારે સબ-પ્રાઇમ મોર્ટગેજ ડેરિવેટિવ્સ માર્કેટ ક્રેશ થયું હતું, ત્યારે તેની સાથે આખી દુનિયાની અર્થવ્યવસ્થા લગભગ ડૂબી ગઈ હતી.'
ક્યોસાકીએ કહ્યું કે, 'જો 2008માં વુલ્ફ બ્લિટ્ઝર સાથેની કોઈ ક્લિપ મળે, જેમાં મેં કહ્યું હતું કે અમેરિકાની સૌથી જૂની બૅંકોમાંની એક 'લેહમેન બ્રધર્સ' ફેલ થવાની છે, તો મારી વાત સાબિત થઈ જાય છે. આપણે હાલ જે ક્રેશ તરફ આગળ વધી રહ્યા છીએ, તે 2008 કરતાં ઘણો મોટો છે અને સંભવતઃ વૈશ્વિક મંદી બની શકે છે.'
'પૈસા છાપવાનો દોર આવશે, કેશફ્લો ક્લબ સાથે જોડાઓ'
પોતાની પોસ્ટમાં ક્યોસાકીએ આશા વ્યક્ત કરી છે કે, 'ભલે હું ખોટો પડું, પરંતુ જો હું સાચો સાબિત થયો તો સોનું, ચાંદી, બિટકોઈન અને ઇથેરિયમ મને અલ્ટ્રા-રિચ લોકોની શ્રેણીમાં પહોંચાડી દેશે. પૈસા છાપવાનો એક મોટો દોર શરૂ થવાનો છે.'
અંતમાં તેમણે વાચકોને સવાલ કર્યો છે કે, 'શું હવે એ સમય નથી આવી ગયો કે તમે એવા સક્રિય અને સકારાત્મક લોકોને મળો, જેમને પૈસા વિશે શીખવું ગમે છે અને જેઓ પોતાના, પરિવાર તથા બિઝનેસ માટે સમજદારીભર્યા પગલાં ભરે છે? મારી સલાહ છે કે આસપાસ કોઈ 'કેશફ્લો ક્લબ' શોધવા અથવા પોતાનો 'કેશફ્લો ક્લબ' શરૂ કરો અને શીખવા માટે નિયમોનું પાલન કરો.'




