વાંચો તમારું 25 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગેની મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે.
મિથુન : કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
કર્ક : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ થાય. કામ કરવાનો ઉત્સાહ રહે. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
સિંહ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. ખર્ચ જણાય.
કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સાથ-સહકાર મળી રહે.
તુલા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરંતુ વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય, ઉચાટ રહે.
ધન : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. વાદ-વિવાદથી સંભાળવું પડે.
મકર : આપની મહેનત- અનુભવ- આવડત- બુદ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી આપને લાભ-ફાયદો મળી રહે.
કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.
મીન : આપના કામમાં ઉપરીવર્ગ - સહકાર્યકરવર્ગ - નોકર-ચાકર વર્ગ મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ




