Tantri Lekh

પાણીનું પાણીપત નિશ્ચિત

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
પાણીનું એક ટીપું ખેડૂતની આશા અને અર્થતંત્રને જીવંત રાખે છે, પરંતુ આજે તે જોખમમાં છે. આબોહવા પરિવર્તન, અનિયમિત વરસાદ અને ભૂગર્ભજળમાં ઘટાડો ચિંતાનો વિષય છે. દેશના અનેક વિસ્તારોમાં પાણીની તંગી અને શહેરોમાં જળબંબાકારની સમસ્યા છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના 2025ના અહેવાલ મુજબ, ભારતમાં વાર્ષિક ભૂગર્ભજળ રિચાર્જ 448.52 બિલિયન ઘન મીટર હતું. વરસાદી પાણીનું યોગ્ય વ્યવસ્થાપન અત્યંત જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાણીનું પાણીપત નિશ્ચિત

જ્યારે પાણીનું એક ટીપું પૃથ્વી પર પડે છે, ત્યારે તે ફક્ત પાણી નથી. તે ખેતરની હરિયાળી, ખેડૂતની આશા, ગામની અર્થવ્યવસ્થા અને ભાવિ પેઢીઓના જીવનને સાચવી રાખે છે. પરંતુ આજે, તે જ ટીપું જોખમમાં છે. આબોહવા પરિવર્તન, અનિયમિત વરસાદ, ભૂગર્ભજળમાં ઘટાડો, સુકાતા તળાવો, માટીનું ધોવાણ અને પ્રદૂષિત નદીઓ સતત ચેતવણી આપી રહી છે કે પાણી ભવિષ્યનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે. આવા સમયે, કેટલાક લોકો પાણીની કટોકટી વિશે ચિંતા કરે છે, જ્યારે અન્ય લોકો ઉકેલ શોધવાનું કામ કરે છે. આપણા દેશમાં ચિંતા ને ચર્ચા કરનારા લોકોનો બહુ ઉપદ્રવ છે. પરંતુ ઉકેલ મેળવી અમલ કરનારા તો ક્વચિત જ જોવા મળે છે. બદલાતા સંયોગોમાં દેશમાં વિવિધ પ્રજાઓ વચ્ચે પાણી માટે પાણીપત થવાના યોગ પ્રબળ છે.
પાણી માત્ર જીવનનો આધાર નથી, પરંતુ સભ્યતા, ખેતી, અર્થતંત્ર અને આવનારી પેઢીના ભવિષ્યની સૌથી મોટી આધારશિલા છે. તેમ છતાં વિસંગતતા એ છે કે જે દેશમાં દર વર્ષે ચોમાસું કરોડો લિટર પાણી લઈને આવે છે, તે જ દેશના અનેક વિસ્તારો ઉનાળામાં પાણીના એક-એક ટીપા માટે તરસે છે. ક્યાંક સૂકાઈ ગયેલા કૂવા અને ખાલી તળાવો સંકટની કહાની કહે છે, તો ક્યાંક થોડા કલાકોના વરસાદથી શહેરો જળબંબાકાર બની જાય છે. સમસ્યા માત્ર પાણીની અછતની નથીત પાણીનો યોગ્ય સંગ્રહ અને વ્યવસ્થાપન કરવામાં આપણી અસમર્થતા પણ એટલી જ મોટી સમસ્યા છે.
ગ્રામ્ય વિકાસ, જળગ્રહણ ક્ષેત્ર, જમીન, ખેતી અને સમુદાયની ભાગીદારી સાથે જોડીને જળક્ષેત્રે નવેસરથી કામ કરનારા લોકોની આ દેશને હવે જરૂર પડી છે. વરસાદના પાણીના દરેક ટીપાને એક સંસાધન તરીકે જોવાની વિચારસરણી ખરેખર આજે ભારત માટે અત્યંત જરૂરી છે. વરસાદી પાણીને વહી જવા દેવાને બદલે તેને જ્યાં પડે ત્યાં રોકવું અને જમીનમાં ઉતારવું- આ જ ટકાઉ જળવ્યવસ્થાપનની મૂળભૂત સમજ છે. દેશની વર્તમાન સ્થિતિ આ ચિંતાને વધુ ગંભીર બનાવે છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ૨૦૨૫ના મૂલ્યાંકન અનુસાર ભારતમાં વાર્ષિક ભૂગર્ભજળ રિચાર્જ ૪૪૮.૫૨ બિલિયન ઘન મીટર આંકવામાં આવ્યું હતું, જ્યારે કુલ ભૂગર્ભજળ ઉપાડ ૨૪૭.૨૨ બિલિયન ઘન મીટર રહ્યો હતો. રાષ્ટ્રીય સ્તરે ભૂગર્ભજળના શોષણનું પ્રમાણ ૬૦.૬૩ ટકા હતું. આ આંકડા દર્શાવે છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિરાશાજનક નથી, પરંતુ ભૂગર્ભજળ પર સતત વધી રહેલી નિર્ભરતા અને વિવિધ વિસ્તારો વચ્ચેની અસમાનતા હજુ પણ મોટો પડકાર છે.
સૌથી મહત્વની વાત એ છે કે જળસંકટ હવે માત્ર ગામડાંની સમસ્યા રહ્યું નથી. ઝડપથી વિકસતાં શહેરો પણ આ જ સંકટનો સામનો કરી રહ્યાં છે. મે ૨૦૨૬માં પ્રકાશિત બેંગલુરુ અંગેના એક અહેવાલે આ વિરોધાભાસને સ્પષ્ટ રીતે સામે મૂક્યો હતો. શહેરમાં ભારે વરસાદ પડયો, પરંતુ વરસાદનું મોટું પ્રમાણ જમીનમાં ઉતરવાને બદલે રસ્તાઓ, નાળાઓ અને કોંક્રિટની સપાટીઓ પરથી વહી ગયું. એટલે કે વરસાદ પડયો, પૂર આવ્યું અને છતાં ભૂગર્ભજળનું પૂરતું રિચાર્જ થયું નહીં. આ પરિસ્થિતિ બતાવે છે કે પાણીની સમસ્યા માત્ર વરસાદના પ્રમાણની નથી, પરંતુ વરસાદી પાણીના યોગ્ય સંચાલનની પણ છે. વરસાદના દરેક ટીપાને સંસાધન તરીકે જોવું પડશે. ખેતરોમાં જળગ્રહણની રચનાઓ, નાના બંધ, તળાવો, રિચાર્જ વ્યવસ્થા, જમીન સંરક્ષણ અને સ્થાનિક જળસસ્રોતોનું પુનર્જીવન માત્ર બાંધકામનું કામ નથી. આ કુદરતી જળચક્રને ફરી જીવંત બનાવવાના પ્રયાસો છે. વરસાદનું પાણી ખેતરમાં રોકાય, જમીનમાં ઉતરે, ભૂગર્ભજળને રિચાર્જ કરે અને અંતે કૂવા તથા અન્ય જળસ્રોતોને જીવન આપે- આ જ તેનો મૂળ હેતુ છે.
દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી મળતી કેટલાક એનજીઓની સફળતાની કહાનીઓ સાબિત કરે છે કે આ મોડેલ અસરકારક છે. રાજસ્થાનના અલવર વિસ્તારમાં જળગ્રહણ ક્ષેત્રના વિકાસ હેઠળ નાના બંધ, ચેકડેમ, પરકોલેશન ટાંકા, રિચાર્જ શાફ્ટ અને ફાર્મ પોન્ડ જેવી રચનાઓના નિર્માણથી ભૂગર્ભજળના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો. વર્ષોથી લગભગ નિષ્ક્રિય થઈ ગયેલા કેટલાક કૂવાઓમાં ફરી પાણી આવવા લાગ્યું. આ માત્ર પાણીની ઉપલબ્ધિમાં વધારો નથી, પરંતુ સમગ્ર ગ્રામ અર્થતંત્ર અને જીવનશૈલીને નવી શક્તિ આપતું પરિવર્તન છે.કેરળના થુરુથિક્કારા ગામની કહાની પણ આ જ વાતને બીજી રીતે સાબિત કરે છે. અહીં સમુદાયે છત પરથી વરસાદી પાણી એકત્ર કરવું, ભૂગર્ભજળનું રિચાર્જ કરવું અને પાણીની ગુણવત્તાની ચકાસણી જેવા ઉપાયો સાથે મળીને અપનાવ્યા.