સુરેન્દ્રનગર: પ્રેમિકાને જમીન આપી દેશે તેવા ડરે પરિવારે જ પુત્રની હત્યા કરી, યુવક આત્મહત્યા કેસમાં ખુલાસો, ભાઈ-માતા સહિત 6ની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar Chuda Korda Youth Kill Case: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે આત્મહત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પ્રેમિકા સાથે લિવ-ઈનમાં રહેતા યુવકે પરિવારને જમીન પોતાના નામે કરાવા માટે ફોર્સ કરતાં પરિવારને લાગી આવતા દીકરાનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનું જણાય છે. જેમાં પરિવારે હત્યાને આત્મહત્યાનું રૂપ આપી દીકરાની અંતિમક્રિયા પણ કરી નાખી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકના સગા ભાઈ અને માતા સહિત 6 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમિકાને જમીન આપી દેશે તેવા ડરે પરિવારે જ પુત્રની હત્યા કરી
મળતી માહિતી મુજબ, ચુડાના કોરડા ગામે મહેશ ઉફે ડફલી લાખાભાઈ રોજાસરા નામના યુવકના આપઘાતને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રેમસંબંધના કારણે પરિવારે ભેગા મળીને યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં પરિવારજનોએ આડેધડ ઢીકાપાટુનો માર મારી અને ગળુ દબાવીને યુવકની હત્યા નીપજાવી હતી. પરિવારે હત્યાને અંજામ આપી યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું દર્શાવ્યું હતું.
ભાઈ-માતા સહિત 6ની ધરપકડ
સમગ્ર મામલે શંકાના આધારે પોલીસે મૃતકના પરિવારની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, મૃતક યુવકને રાજકોટની મહિલા સાથે પ્રેમસંબંધ હતો અને મહિલા અન્ય જ્ઞાતિની હોવાથી પરિવારને તે ગમતુ નહોતું. જેમાં મૃતક યુવકના ભાગે આવતી જમીન પ્રેમિકાને આપી દેશે તેવો ડર રાખીને પરિવારે દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે ચુડા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મૃતકના સગા ભાઈ અને માતા સહિતના આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીના નામ
- સુરેશભાઈ લાખાભાઈ રોજાસરા (રહે.કોરડા તા.ચુડા જી.સુરેન્દ્રનગર, મૃતકનો ભાઈ)
- ઘનશ્યામભાઈ ભુપતભાઈ રોજાસરા (મૃતકના કુટુંબી ભાઈ)
- નનલેશભાઈ ઘનશ્યામભાઈ રોજાસરા (મૃતકનો ભત્રીજો)
- મધુબહેન લાખાભાઈ રોજાસરા (મૃતકના માતા)
- સુરતીબહેન ઘનશ્યામભાઈ રોજાસરા (મૃતકના ભાભી)
- હેતલબહેન સુરેશભાઈ રોજાસરા (મૃતકના ભાભી)




