Get The App

મુળી તાલુકાના વગડિયા ગામમાંથી પોલીસે બોગસ ડોકટરને ઝડપી લીધો

- ડિગ્રી વિના લોકોની તપાસ કરી સારવાર કરતો હતો રૃા. ૧ લાખથી વધુ કિંમતની દવાઓ ઝડપાઇ

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News
મુળી તાલુકાના વગડિયા ગામમાંથી પોલીસે બોગસ ડોકટરને ઝડપી લીધો 1 - image


લીંબડી, તા.15 જુલાઈ 2020, બુધવાર

હાલ એક તરફ સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી ડીગ્રી કે સર્ટીફીકેટ ન હોવા છતાં બોગસ ડોક્ટરો દવારા લોકોની સારવાર અને તપાસ કરી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી એસઓજી વિભાગનાં ઈન્ચાર્જ પીઆઈ એસ.બી.સોલંકી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જેમાં મુળી તાલુકાના વગડીયા ગામે દેવપરા ગામનાં બોર્ડ પાસે ગેરકાયદેસર રીતે ક્લીનીક ખોલી પ્રેકટીસ કરતાં બોગસ ડો.ગોવિંદભાઈ રણછોડભાઈ પઢેરીયા રબારી ઉ.વ.૪૦ રહે.મીત્ર મંડળ સોસાયટી, સુરેન્દ્રનગરવાળાને ઝડપી પાડયો હતો અને વધુ તપાસ કરતાં કોઈપણ જાતનું તબીબી સર્ટીફીકેટ કે ડીગ્રી ન હોવા છતાં વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી તપાસ અને સારવાર કરતો હતો જ્યારે પોલીસે રેઈડ દરમ્યાન ક્લીનીકમાંથી એલોપેથીક દવાઓ કિંમત રૃા.૧.૦૪ લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડી મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો ઝડપાઈ ચુક્યાં છે ત્યારે ફરી એક બોગસ ડોક્ટર ઝડપાતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Tags :