Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ સામે જાહેરનામા ભંગની ફરિયાદ

By GS Team
13 Oct 20241 min read
This article was originally published on 13 Oct 2024
સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ સામે જાહેરનામા ભંગની ફરિયાદ

- ચોટીલા અને ધ્રાંગધ્રા હાઈવે તથા જોરાવરનગર, થાનમાં તપાસ હાથ ધરાઈ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો, દુકાનોમાં સીસીટીવી ન લગાવનાર ચાર સંચાલકો તથા ભંગારના લે-વેચનું રજિસ્ટર ન રાખનાર એક વેપારી મળી કુલ પાંચ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી.  

ચોટીલા હાઈવે પર આવેલી ગુરૃકૃપા હોટલમાં સીસીટીવી કેમેરા લગાવેલા ન હોવાથી ચોટીલા પોલીસે હોટલના સંચાલક રવિભાઈ ભલાભાઈ સોલંકી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. જ્યારે ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર માધવ ટી સ્ટોલ અને ખેતલા આપા ટી સ્ટોલમાં સીસીટીવી ન લગાવનાર સંચાલકો બળદેવભાઈ મોતીભાઈ બામ્ભા અને રાજુભાઈ દેવશીભાઈ વકાતર સામે સુરેન્દ્રનગર એસઓજીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. તેમજ જોરાવરનગરમાં સોનીની દુકાનમાં સીસીટીવી ન લગાવનાર ઉમેશ વિજયભાઈ સોની સામે જોરાવરનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. ઉપરાંત થાનમાં ભંગારની લે-વેચનું રજિસ્ટર ન નિભાવનાર વેપારી સાવરલાલ વિરૃદ્ધ થાન પોલીસે ગુનો નોંધ્યો હતો.