સુરતમાં પૂર પછી ઝેરી સાપની એન્ટ્રી: ડીંડોલીના રામી પાર્ક સોસાયટીમાં કોબ્રા ઘરમાં ઘૂસતા દોડધામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરતમાં ભારે વરસાદ અને ખાડીપૂરની આફત ઓસર્યા બાદ પણ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. પહેલા ઘરોમાં વરસાદી અને ખાડીનું પાણી ઘૂસ્યું, ત્યારબાદ ગંદકી અને દુર્ગંધે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું, અને હવે પાણી ભરાવાથી સાપના દર પુરાઈ જતા ઝેરી સાપ તેમજ અન્ય જીવજંતુઓ રહેણાંક વિસ્તારોમાં ઘૂસવા લાગ્યા છે. ડિંડોલી સહિત અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ડિંડોલીની રામીપાર્ક સોસાયટીમાં ઝેરી કોબ્રા ઘરમાં ઘૂસતાં પરિવારજનોમાં ભય ફેલાયો હતો. જોકે બચાવ કામગીરી કરતી ટીમે સ્ક્યૂ કરતાં મોટી દુર્ઘટના ટળી હતી. વરસાદ બાદ ઊભી થયેલી આ નવી સ્થિતિએ ખાડી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકો માટે લોકો માટે ચિંતાનો વિષય બની છે.
સુરતમાં ભારે વરસાદ અને ખાડા પૂરની આફત ઓસર્યા બાદ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં નવી સમસ્યાઓ સતત સામે આવી રહી છે. પાણી ભરાવાને કારણે સાપના કુદરતી દરમાં પાણી ભરાઈ જતાં હવે ઝેરી સાપ તેમજ અન્ય જીવજંતુઓ મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તારો તરફ વળી રહ્યા છે. ડિંડોલી, લિંબાયત, પર્વત ગામ, ગોડાદરા સહિતના અનેક અસરગ્રસ્ત વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સાપ ઘરો, સોસાયટીઓ, રસ્તાઓ અને પાર્ક કરેલા વાહનોમાં જોવા મળવાની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.મંગળવારે ડિંડોલીની રામીપાર્ક સોસાયટીમાં એક ઝેરી કોબ્રા રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. ઘરમાં કોબ્રા દેખાતા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી કરતી ટીમનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ રેસક્યુ માટે કામ કરતી સંસ્થાએ કોબ્રાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. સમયસર બચાવ કામગીરી થતાં કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ નહોતી, જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ પૂરનું પાણી ઉતર્યા પછી દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં સાપ, સહિતના અન્ય જીવજંતુઓ જોવા મળી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં વાહનના એન્જિન, બે-વ્હીલર ડિક્કી ભાગ, ઘરનો સ્ટોર રૂમ, રસોડા અને બાથરૂમમાં પણ સાપ જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. બાળકો અને વૃદ્ધોને લઈને પરિવારોમાં વધુ ચિંતા જોવા મળી રહી છે.ખાડીપૂરની અસરમાંથી હજુ સંપૂર્ણપણે બહાર ન આવેલા વિસ્તારોમાં હવે ઝેરી જીવજંતુઓનો વધતો ખતરો લોકો માટે નવી ચિંતાનું કારણ બન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે પૂર બાદ સફાઈ અને જંતુનાશક કામગીરી સાથે આવા વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવે, જેથી લોકો ભય મુક્ત વાતાવરણમાં રહી શકે.









