Surat

સુરત પાલિકાની શાળામાં ગણેશોત્સવમાં અનોખી 'બાળ સર્જનાત્મકતા' : વરાછાની શાળાના 100 બાળકોએ ગણેશજીની માનવાકૃતિ રચી

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ગણેશોત્સવ પર્વ નિમિત્તે વરાછાની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના 100 વિદ્યાર્થીઓએ અનોખી બાળ સર્જનાત્મકતા રજૂ કરી હતી. શાળાના મેદાનમાં શિસ્તબદ્ધ ગોઠવણી સાથે વિદ્યાર્થીઓએ ગણેશજીની વિશાળ માનવાકૃતિ રચી. તેમની સુમેળભરી મૂવમેન્ટથી ગણેશજીની આકૃતિ જીવંત બની હતી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં એકતા, સંગઠન અને ભાઈચારાની ભાવના વિકસે તેવો સંદેશ અપાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની શાળામાં ગણેશોત્સવમાં અનોખી 'બાળ સર્જનાત્મકતા' : વરાછાની શાળાના 100 બાળકોએ ગણેશજીની માનવાકૃતિ રચી

Surat Ganeshotsav : સુરતમાં ગણેશોત્સવના પાવન પર્વને ધાર્મિક ઉજવણીની સાથે એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જોડવાના હેતુથી પાલિકાની વરાછા વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી બાળ સર્જનાત્મકતા રજૂ કરવામાં આવી હતી. શાળાના રમતગમતના મેદાનમાં આશરે 100 વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ ગોઠવણી સાથે ગણેશજીની વિશાળ માનવાકૃતિ રચી હતી. વિદ્યાર્થીઓની સુમેળભરી અપ-ડાઉન મૂવમેન્ટથી મેદાનમાં ગણેશજીની આકૃતિનું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. ગણેશોત્સવના માધ્યમથી બાળકોમાં નાનપણથી જ એકતા, સંગઠન અને ભાઈચારાની ભાવના વિકસે તેવો સંદેશો આ પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવ્યો હતો.
ગણેશોત્સવના પાવન પર્વને ધાર્મિક ઉજવણીની સાથે એકતા, સંગઠન અને ભાઈચારાના સંદેશ સાથે જોડવાના હેતુથી પાલિકાની વરાછા વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અનોખી બાળ સર્જનાત્મકતા રજૂ કરી હતી. શાળાના રમતગમતના મેદાનમાં આશરે 100 વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા અને સૌએ સાથે મળીને ગણેશજીની વિશાળ માનવી કૃતિ રચી હતી. વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ ગોઠવણી અને સુમેળભર્યા અપ-ડાઉન મૂવમેન્ટના કારણે મેદાનમાં ગણેશજીની આકૃતિ જીવંત હોય તેવું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું. વિદ્યાર્થીઓએ પોતાની સ્થિતિ અને હલનચલન વચ્ચે સુંદર તાલમેલ જાળવી રાખી આ સમગ્ર રચનાને સાકાર કરી હતી. આ પ્રવૃત્તિ માત્ર સર્જનાત્મક પ્રસ્તુતિ પૂરતી સીમિત ન રહેતાં બાળકોમાં સાથે મળીને કામ કરવાની ભાવના અને સંગઠનની તાકાતનો અનુભવ કરાવતી બની હતી.
ગણેશોત્સવના માધ્યમથી વિદ્યાર્થીઓમાં નાનપણથી જ એકતા અને ભાઈચારાની ભાવના વિકસે તેવો સંદેશ આપવાનો આ પ્રવૃત્તિ પાછળનો મુખ્ય હેતુ હતો. એક વિદ્યાર્થીની વ્યક્તિગત ભૂમિકા કરતાં તમામ વિદ્યાર્થીઓના સામૂહિક પ્રયાસથી ગણેશજીની આકૃતિ તૈયાર થઈ હતી, જેના માધ્યમથી ‘સૌ સાથે મળીને આગળ વધીએ’ તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.લોકમાન્ય તિલકે ગણેશોત્સવને જાહેર ઉત્સવનું સ્વરૂપ આપીને સમાજમાં એકતા અને લોકજાગૃતિનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. એ જ વિચારને બાળમાનસ સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે શાળાના વિદ્યાર્થીઓએ ગણેશોત્સવની ઉજવણીમાં સર્જનાત્મકતાનો સમન્વય કર્યો હતો. ધાર્મિક પર્વની ઉજવણી સાથે સામાજિક મૂલ્યોનું સંવર્ધન થાય તેવો આ પ્રયાસ શાળાના બાળકો માટે પણ યાદગાર બન્યો હતો. વિદ્યાર્થીઓની આ અનોખી રજૂઆત નિહાળવા શાળા પરિવાર અને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોની શિસ્ત, સામૂહિક ભાગીદારી અને સર્જનાત્મક પ્રયાસની શિક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. ગણેશજીની માનવાકૃતિ દ્વારા વિદ્યાર્થીઓએ ગણેશોત્સવમાં ભક્તિ સાથે એકતા અને સંગઠનનો સંદેશ પણ મેદાનમાં સાકાર કર્યો હતો.
પંચધાતુના ગણેશજીની મૂર્તિ ભેટ, શાળામાં ભક્તિમય માહોલ
શાળામાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવપૂર્વક ઉજવણી દરમિયાન એસ.એમ.સી. સમિતિના સભ્ય જગદીશભાઈ લક્કડે પંચધાતુની ગણેશજીની મૂર્તિ શાળાને ભેટ આપી હતી. શાળા પ્રાંગણમાં મૂર્તિનું વિધિવત સ્થાપન કરાયું હતું. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ઢોલ-નગારાના નાદ સાથે શ્રીજીનું આગમન કરાવ્યું હતું, જ્યારે પ્રથમ આરતીનું સૌભાગ્ય બાલવાટિકાના બાળકોને મળ્યું હતું. બાળકો ઘરેથી શણગારેલી આરતીની થાળી અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રસાદ પણ લાવ્યા હતા. દરેક વર્ગના વિદ્યાર્થીઓને આરતી અને પૂજનનો લાભ મળે તેવું આયોજન કરાયું હતું. શિક્ષકગણ ઉત્સાહ ભરી ભાગીદારીથી શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.