Surat

સુરત: વૃદ્ધાને ઘરે જમવાનું આપવાના બહાને પાડોશી યુવાને દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતના માનદરવાજા વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. પુત્રની ગેરહાજરીમાં 60 વર્ષીય વૃદ્ધાની દેખરેખ રાખવાની જવાબદારી જેને સોંપી હતી, તે જ 30 વર્ષીય પાડોશી યુવાન ઈરફાન કલીમ શેખે વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું. સલાબતપુરા પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: વૃદ્ધાને ઘરે જમવાનું આપવાના બહાને પાડોશી યુવાને દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ

Surat Crime News: સુરતના માનદરવાજા વિસ્તારમાં પાડોશ ધર્મ અને માનવતાને શરમાવે તેવી શરમજનક ઘટના સામે આવી છે. જેમાં પુત્રની ગેરહાજરીમાં તેની 60 વર્ષીય માતાની દેખરેખ રાખવાની અને જમવાનું આપવાની જવાબદારી જેને સોંપી હતી, તે જ પાડોશી યુવાને બનીને વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સલાબતપુરા પોલીસે ભોગ બનનાર વૃદ્ધાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

પુત્રની ગેરહાજરીનો ગેરફાયદો ઉઠાવ્યો

મળતી માહિતી અનુસાર, સુરતના માનદરવાજા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાનો પુત્ર કામઅર્થે અવારનવાર લાંબો સમય ઘરની બહાર રહેતો હતો. પુત્ર બહાર હોય ત્યારે માતાની એકલતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેણે પાડોશમાં જ રહેતા 30 વર્ષીય ઈરફાન કલીમ શેખ નામના યુવકને તેની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી હતી. આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવીને ઈરફાન ક્યારેક-ક્યારેક વૃદ્ધાને જમવાનું આપવાના બહાને ઘરમાં પ્રવેશી ખોટી દાનત રાખતો હતો.

મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી

દરમિયાન, થોડા દિવસો પહેલા રાત્રિના સમયે આરોપી ઈરફાન વૃદ્ધાના ઘરે જમવાનું આપવાના બહાને આવ્યો હતો. ઘરમાં વૃદ્ધાને એકલા જોઈ તેણે વૃદ્ધાનું મોઢું દબાવી દીધું હતું અને દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આ નરાધમે વૃદ્ધાને ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈને પણ વાત કરશે તો તે તેને જાનથી મારી નાખશે.

આરોપી ઈરફાન અગાઉ પણ વૃદ્ધા સાથે આવું કૃત્ય આચરી ચૂક્યો હતો. તેની ધમકીઓ અને ત્રાસથી કંટાળીને આખરે હિંમત ભેગી કરી વૃદ્ધાએ પોતાના પુત્રને આપવીતી જણાવી હતી. સમગ્ર હકીકત જાણી પુત્રના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં આરોપી ઈરફાન વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પાડોશી યુવાન ઈરફાન કલીમ શેખની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.