Entertainment

સેન્સર સર્ટિ. વગર જ સતલુજનું સ્ક્રીનિંગ થતા સરકાર આકરા પગલાની તૈયારીમાં

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
દિલજીત દોસાંજની વિવાદાસ્પદ ફિલ્મ 'સતલુજ'નું સેન્સર સર્ટિફિકેટ વગર જ સ્ક્રીનિંગ થતાં કેન્દ્ર સરકાર લાલઘૂમ છે. પંજાબમાં ખાલિસ્તાનીઓની આડમાં નિર્દોષ નાગરિકો પર અત્યાચાર દર્શાવતી આ ફિલ્મ દેશ વિરોધી તત્વો દ્વારા દુરૂપયોગ થઈ શકે તેવી ભીતિ છે. ZEE-5 વિરુદ્ધ કાર્યવાહી અને OTT પર CBFC સર્ટિફિકેટ ફરજિયાત કરવા IT નિયમોમાં ફેરફાર વિચારાઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સર સર્ટિ. વગર જ સતલુજનું સ્ક્રીનિંગ થતા સરકાર આકરા પગલાની તૈયારીમાં

જાણિતા સિંગર અને અભિનેતા દિલજીત દોસાંજની વિવાદિત ફિલ્મ સતલુજનું સેન્સર સર્ટિફિકેટ વગર જ સ્ક્રીનિંગ કરી દેવામાં આવ્યું છે. એવામાં ગમે ત્યારે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર આ ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા આદેશ આપી શકે છે. આ સાથે જ ફિલ્મને સર્ટિફિકેટ વગર જ સ્ટ્રીમ કરનાર ઇંટરમીડિયરી એટલે કે ઝી-૫ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી હોવાના અહેવાલો છે. ઓટીટી પર ફિલ્મો કે કોન્ટેન્ટ સ્ટ્રીમ કરતા પહેલા સીબીએફસી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ લેવુ ફરજિયાત કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે જે માટે આઇટી નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. દિલજીતની ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે. પંજાબમાં ખાલિસ્તાનીઓની આડમાં નિર્દોશ નાગરિકો પર પોલીસ દ્વારા ખુબ અત્યાચાર થયો હોવાનો દાવો આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. ફિલ્મના કેટલાક દ્રશ્યોનો દેશ વિરોધી તત્વો ઉપયોગ કરી શકે છે તેવી ભીતિ વચ્ચે તેના પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
જોકે તેમ છતા તેનું અનેક જગ્યાએ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.