Surat

સુરત પાલિકાના વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર મૌલિક રાવની સોલિડ વેસ્ટમાં બદલી

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના પહાડો ઊભા હોવા છતાં 3 વર્ષના ઇજારા બાદ સીડી ટ્રાન્સપોર્ટની કામગીરીમાં સુધારો ન થતા પાલિકા તંત્ર દોડતું થયું છે. કરોડોની ચૂકવણી સામે સવાલો ઉઠતા એજન્સીને 9 મહિનાની મુદત અપાઈ. કમિશનરે ખજોદની મુલાકાત લઈ 2 વધારાના મશીન મૂકવા તાકીદ કરી. કચરાના નિકાલની કામગીરી ઝડપી બનાવવા વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર મૌલિક રાવની સોલિડ વેસ્ટમાં બદલી કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાના વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર મૌલિક રાવની સોલિડ વેસ્ટમાં બદલી

Surat News : ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરાના પહાડો ઊભા હોવા છતાં ત્રણ વર્ષના ઇજારા બાદ પણ સીડી ટ્રાન્સપોર્ટની કામગીરીમાં સુધારો ન થતાં હવે પાલિકા તંત્ર દોડતું થયું છે. કરોડોની ચૂકવણી અને કામગીરી સામે ઉઠેલા સવાલો વચ્ચે એજન્સીને વધુ નવ મહિનાની મુદત અપાયા બાદ કમિશનર બેનીવાલે ખજોદની સ્થળ મુલાકાત લઈ બે વધારાના મશીન મૂકવા તાકીદ કરી છે. હવે કચરાના નિકાલની કામગીરી ઝડપી બનાવવા વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર મૌલિક રાવની સોલિડ વેસ્ટમાં બદલી કરવામાં આવી છે. 
ખજોદ ડિસ્પોઝલ સાઈટની કામગીરીનો ઇજારો સીડી ટ્રાન્સપોર્ટને ત્રણ વર્ષ માટે આપવામાં આવ્યો હતો. એજન્સીને આશરે એક લાખ મેટ્રિક ટન ઘનકચરાના નિકાલની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, ઇજારો શરૂ થયો ત્યારથી જ કામગીરીની ગતિ અને પરિણામ સામે સવાલો ઊભા થતા રહ્યા હતા. તેમ છતાં તબક્કાવાર એજન્સીને કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. ત્રણ વર્ષનો ઇજારો પૂર્ણ થયા બાદ પણ સાઈટ પર કચરાના વિશાળ જથ્થાનો નિકાલ ન થતાં મૂળ કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
ખાસ કરીને કામગીરીમાં અપેક્ષિત પ્રગતિ ન હોવા છતાં દંડકીય કાર્યવાહી કેટલી અને કેવી થઈ તે મુદ્દો પણ હવે ચર્ચામાં આવ્યો છે. એક તરફ એજન્સીને કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી અને બીજી તરફ કચરાના પહાડો યથાવત રહ્યા હોવાના કારણે ઇજારાની કામગીરી અને પાલિકા તંત્રની દેખરેખ બંને સામે સવાલો ઉભા થયા છે. 
આ પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે તાજેતરમાં ખજોદ ડિસ્પોઝલ સાઈટની જાતે મુલાકાત લીધી હતી. સ્થળ પર કચરાના પ્રોસેસિંગની મંથરગતિ સામે નારાજગી વ્યક્ત કરી કોન્ટ્રાક્ટરને કાર્યરત બે મશીન ઉપરાંત વધુ બે મશીન તાત્કાલિક મૂકવા સૂચના આપી હતી. કચરાના નિકાલની કામગીરી હવે માત્ર કોન્ટ્રાક્ટરની જવાબદારી ન રહેતાં પાલિકા તંત્રે પણ સીધી દેખરેખ વધારવાની કવાયત શરૂ કરી છે. વરાછા ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઈજનેર મૌલિક રાવની તાત્કાલિક અસરથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેલનાં મીતાબેન ગાંધીને હવાલો સોંપવામાં આવ્યો છે.