Surat

સુરત ભેસ્તાન સતીષ મરાઠા હત્યા કેસ: 4 સગીર સહિત 8 આરોપી ઝડપાયા, ગેંગવોર અને વર્ચસ્વની લડાઈ મુખ્ય કારણ હોવાની આશંકા

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતના ભેસ્તાન વિસ્તારમાં સતીષ મરાઠાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. તાપી LCB અને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉછલમાંથી મુખ્ય આરોપીઓ સહિત 8 જણને દબોચી લીધા છે. જૂની અદાવતમાં ફાયરિંગ અને હથિયારોથી હુમલો કરી સતીષની હત્યા કરાઈ હતી. પોલીસે 2 પિસ્તોલ, 1 દેશી તમંચો જપ્ત કર્યા છે. આ હત્યા પાછળ ગેંગવોર કારણભૂત હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત ભેસ્તાન સતીષ મરાઠા હત્યા કેસ: 4 સગીર સહિત 8 આરોપી ઝડપાયા, ગેંગવોર અને વર્ચસ્વની લડાઈ મુખ્ય કારણ હોવાની આશંકા

Surat Crime News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સરસ્વતી આવાસ પાસે સતીષ ઉર્ફે સતીષ મરાઠા નામના યુવકની જૂની અદાવતમાં થયેલી સનસનાટીભરી હત્યાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. તાપી જિલ્લા LCB અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઉછલ વિસ્તારમાંથી મુખ્ય આરોપીઓ સહિત 8 જણાને દબોચી લીધા છે. પકડાયેલાઓમાં 4 પુખ્તવયના આરોપીઓ અને 4 સગીરનો સમાવેશ થાય છે.

જૂની અદાવતમાં ફાયરિંગ અને હથિયારોથી હુમલો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક સતીષ મરાઠા અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી જૂની દુશ્મનાવટ ચાલતી હતી. આરોપીઓને પોતાના જીવ પર જોખમ જણાતાં તેમણે કાવતરું ઘડીને સતીષ પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કર્યું હતું અને તીક્ષ્ણ હથિયારો વડે ઘાતક હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી.

જેલમાં બંધ મુખ્ય કાવતરાખોર, 8 પકડાયા અને 2 વોન્ટેડ

આ મામલે પોલીસે ઝડપી પાડેલા પુખ્ત આરોપીઓમાં કેતન ઉર્ફે સન્ની સીરસાઠ, રાહુલ ઉર્ફે બટકો દુબે, કરણ ઉર્ફે પુદુલ દુબે અને અજીત ઉર્ફે જસ્ટીન ગોસ્વામી સહિત અન્ય 4 સગીરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે હાલ જેલમાં બંધ રાહુલ સોમન મંડલ આ સમગ્ર મર્ડર કેસનો મુખ્ય કાવતરાખોર છે. જ્યારે આરોપીઓને મદદ કરનાર રાહુલ બબ્બન કાપુરે અને રીંકુ નામના બે શખસો હજુ વોન્ટેડ છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતકનો ગુનાઈત ઇતિહાસ, પિસ્તોલ, દેશી તમંચો જપ્ત

સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 1 દેશી તમંચો અને 3 મોપેડ કબ્જે કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતક સતીષ મરાઠા પોતે પણ ગુનાઈત ભૂતકાળ ધરાવતો હતો. તે અગાઉ ચર્ચિત સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો, જેના કારણે જ તેની હત્યા પાછળ ગેંગવોર અને વર્ચસ્વની લડાઈ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.