Surat

સુરત: ખાડીમાં પાણીનું સ્તર વધતા પર્વત ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
સુરતમાં ધોધમાર વરસાદથી ખાડીઓમાં જળસ્તર વધતા પર્વત ગામ, ગીતાનગર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડ્રેનેજનું પાણી બહાર ન નીકળતા બોમ્બે આવાસ રોડ પણ જળમગ્ન થયો છે, જેથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ભેદવાડ ખાડી 7.20 મીટરે ભયજનક સપાટીની નજીક 6.90 મીટરે વહી રહી છે, જે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: ખાડીમાં પાણીનું સ્તર વધતા પર્વત ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત

Surat Rain: સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખાડીઓમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. તેના પરિણામે પર્વત ગામ અને તેની આસપાસના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ખાડીમાં પાણીનું લેવલ ઊંચું જતાં ડ્રેનેજનું પાણી બહાર ન નીકળી શકતાં ગીતા નગર, પર્વત પાટિયા અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.ગીતા નગરની બાજુમાં આવેલા બોમ્બે આવાસ તરફ જતો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.

રસ્તા પર સતત પાણી ભરાયેલા રહેતા અવરજવર મુશ્કેલ બની ગઈ છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ દરમિયાન ખાડીનું પાણી ઊંચા સ્તરે પહોંચતા ડ્રેનેજ લાઈનમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે. પરિણામે વરસાદનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં જમા થવા લાગે છે અને થોડા જ સમયમાં રસ્તાઓ તેમજ રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. ખાડીના વધેલા જળસ્તર ના કારણે સર્જાયેલી આ સ્થિતિએ પાલિકાની વરસાદ પૂર્વે તૈયારી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરી લોકોને રાહત આપવા માંગ કરી છે.


સવારે 10 વાગ્યે સુરતમાંથી પસાર થતી ખાડીની સ્થિતિ

ખાડીનું નામ
ભયજનક સપાટી
હાલની સપાટી
ભેદવાડ ખાડી
7.20
6.90
મીઠી ખાડી
9.35
8.00
ભાઠેના ખાડી
8.25
5.70
સીમાડા ખાડી
4.50
3.50
કાંકરા ખાડી
8.48
5.70