Surat

ગાંધી જયંતી પર સુરતમાં આક્રોશ! ગેરકાયદે કતલખાના બંધ કરાવવા 5000થી વધુ લોકોની 'અહિંસા માર્ચ'

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ગાંધી જયંતિ નિમિત્તે ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા 5,000થી વધુ લોકોની 'અહિંસા માર્ચ' યોજાઈ. સાધુ-સંતો, સાધ્વીજી ભગવંતો અને વિવિધ સમાજના લોકો સરગમ શોપિંગ સેન્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલીમાં જોડાયા. ગૌવંશના રક્ષણ અને ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ અપાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધી જયંતી પર સુરતમાં આક્રોશ! ગેરકાયદે કતલખાના બંધ કરાવવા 5000થી વધુ લોકોની 'અહિંસા માર્ચ'

Ahimsa March in Surat: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે (બીજી ઓક્ટેમ્બર) જન્મજયંતિ એટલે કે અહિંસાના દિવસે જ સુરત શહેરમાં ગેરકાયદે ચાલતાં કતલખાનાઓ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. શહેરમાં ગેરકાયદે ચાલતાં કતલખાનાઓને તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ સાથે સાધુ-સંતો, સાધ્વીજી ભગવંતો અને વિવિધ સમાજના 5,000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં એક ભવ્ય 'અહિંસા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

કલેક્ટર કચેરી સુધી રેલી યોજી

આજે (બીજી ઓક્ટોબર) ગાંધી જયંતીને લઈને સુરતના ઉમરા સ્થિત સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી આ અહિંસા માર્ચનો પ્રારંભ થયો હતો, જે કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને જૈન સાધ્વીજી ભગવંતો સહિત વિવિધ સામાજિક સંગઠનો અને સામાન્ય નાગરિકો જોડાયા હતા. રેલીના અંતે સંતો અને અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ગેરકાયદે કતલખાનાઓ સામે કડક કાર્યવાહીની માંગ

આવેદનપત્રમાં જમાવ્યું હતું કે, સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક કતલખાનાઓ ગેરકાયદે રીતે ધમધમી રહ્યા છે, જેના કારણે અહિંસાના મૂલ્યોનું હનન થઈ રહ્યું છે. આ તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરીને તેને કાયમ માટે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રેલી દરમિયાન હાજર રહેલા સાધુ-સંતોએ ગૌવંશના રક્ષણ માટે ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની પ્રબળ માંગ દોહરાવી હતી. સંતોએ તંત્રને ચેતવણી આપી હતી કે, જો ગેરકાયદે ચાલતાં કતલખાનાઓ સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ જ રીતે વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.