સુરત: માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત, બહેન સાથે તોફાન કરતાં ટોક્યો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતના રાંદેર વિસ્તારમાં 13 વર્ષીય કિશોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગી આવતાં કિશોરે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે અરેરાટી સાથે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બહેન સાથે તોફાન કરતા માતાએ ઠપકો આપ્યો હતો
મળતી માહિતી અનુસાર, રાંદેર વિસ્તારની ભુવનેશ્વરી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નરેશ પટેલનો 13 વર્ષીય પુત્ર સુજલ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. ગત 31મી ઓગસ્ટની સાંજે સુજલ અને તેની બહેન ઘરમાં તોફાન કરી રહ્યા હતા, જેને લઈને માતાએ બંને બાળકોને ઠપકો આપ્યો હતો.
ત્યારબાદ માતા કામકાજ અર્થે બહાર ગયાં હતાં અને બહેન પણ સોસાયટીમાં ગઈ હતી. આ દરમિયાન સુજલે ઘરમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવી સીડીની ગ્રીલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. થોડીવાર પછી માતા ઘરે પરત ફરતાં પુત્રને લટકતી હાલતમાં જોઈ આઘાતથી સ્તબ્ધ થઈ ગયાં હતાં.
રાંદેર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




