Surat

ગુજરાતના 57થી વધુ તાલુકામાં મેઘમહેર, સુરતમાં ધોધમાર વરસાદ, વલસાડમાં 3 ઇંચ ખાબક્યો

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
હવામાન વિભાગે 23 જુલાઈ સુધી ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શુક્રવારે સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો. સુરતમાં સાંજે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, જ્યારે વલસાડના કપરાડામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. 57થી વધુ તાલુકામાં મેઘમહેર થઈ છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 57થી વધુ તાલુકામાં મેઘમહેર, સુરતમાં ધોધમાર વરસાદ, વલસાડમાં 3 ઇંચ ખાબક્યો

Rain In Gujarat: આગામી 23 જુલાઈ સુધી ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે શુક્રવારે(17 જુલાઈ) સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હળવાથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે. સુરતમાં સાંજના સમયે ધોધમાર વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે વલસાડના કપરાડામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

image.png

સુરતમાં ધોધમાર વરસાદ

સુરતમાં ફરી ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ઉધના, સચિન રોડ, વેસુ, અડાજણ, કતારગામ, અમરોલી અને વરાછા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. અનેક જગ્યાએ પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી હતી.

57થી વધુ તાલુકામાં મેઘમહેર

17 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 57થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડના કપરાડામાં 4 કલાકમાં 3 ઇંચથી વધુ, નવસારીના ખેરગામમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ, ભાવનગર, ડાંગના વઘઈ, વલસાડના ધરમપુર, પારડી સહિતના તાલુકામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે.

image.png

6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ ફરી સક્રિય થયો છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી 23 જુલાઈ સુધી તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.